STORYMIRROR

Parul Barot

Others

3  

Parul Barot

Others

મા બન્યા પછી...

મા બન્યા પછી...

1 min
27.9K


હું મને ભુલી ગઈ છું મા બન્યા પછી.
સાત ભવ તરી ગઈ છું મા બન્યા પછી.

વેદના સંવેદનાની સોડમાં સૂતી,
વ્હાલમાં ડુબી ગઈ છું મા બન્યા પછી.

સાવ અંધકારમાં ભીંસાય ઘર કદી,
તેજ થૈ ઉગી ગઈ છું મા બન્યા પછી.

ડાળ, પાનને ઘણાં ટહુકી ગયા પંખી,
વૃક્ષમાં ખપી ગઈ છું મા બન્યા પછી.

ટાઢ, તાપને વળી વર્ષાને ઓઢતી,
ૠત બની ખીલી ગઈ છું મા બન્યા પછી.

સિંદુર, પારણું અને ઉંબર મને ગમે,
ખુદથી ખુટી ગઈ છું મા બન્યા પછી


સામગ્રીને રેટ આપો
લોગિન