Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Shah

Others

5  

Falguni Shah

Others

ક્યાં સહેલું છે ?

ક્યાં સહેલું છે ?

1 min
326


ધોઘમાર હોય ને છતાંયે પલળવાનું ક્યાં સહેલું છે ?

આકરો તપતો હોય ને છતાંયે બચવાનું ક્યાં સહેલું છે ?


ઉત્તરો હાથવેંત હોય ને છતાંયે ચિતરવાનું ક્યાં સહેલું છે ?

નજર સાક્ષી હોય ને છતાંયે મૌન ધરવાનું ક્યાં સહેલું છે ?


પળભર નિરાંત હોય ને છતાંયે સમેટવાનું ક્યાં સહેલું છે ?

ખુદને અરીસે આલિંગો ને છતાંયે ભેટવાનું ક્યાં સહેલું છે ?


ખાનદાની ખભે ને છતાંયે કાદવે કૂદવાનું ક્યાં સહેલું છે ?

નચિંત રહો ને છતાંયે નિભાવવાનું ક્યાં સહેલું છે ?


મહેફિલે સાકી સુરા ને છતાંયે અટકવાનું ક્યાં સહેલું છે ?

અંતે અંત નક્કી ને છતાંયે છટકવાનું ક્યાં સહેલું છે ?


Rate this content
Log in