કુદરતની કરામત
કુદરતની કરામત
1 min
183
શું કરામત તારી હું તો વારી વારી જાઉં.
તૃષા છીપાવવાને કાજ બનાવ્યા મધુર જળ.
વૃક્ષોની વનરાજી રચી માથે કર્યો છાંયો.
અન્નનાં કણમાંથી થાય મણ એવી કરામત તારી.
મનખા દેહ મળ્યો આભારી તારી.
જીવન કેવું જીવવું મતિ ભરી મગજમાં.
રોજ રોજ ઘટતો દિ' આયખામાંથી.
કિંતુ મન તો એવું તરોતાજા જાણે જુવાનીનો જોમ.
જ્યાં જ્યાં નજર ફરે દેખું કુદરતની મહેર.
દેજો જિંદગી મને, કુદરતને માણવાની.
જોજે અરમાન મારા ન રહે અધૂરાં એ જોવાની ફરજ પ્રભુ તારી.