Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rakesh Solanki

Others

3  

Rakesh Solanki

Others

ઝૂરે ઝરૂખો

ઝૂરે ઝરૂખો

1 min
144


મિલનની વીતી ગયેલી એ ક્ષણ ઝૂરે ઝરૂખો,

એકલતા આપી ગયેલું એ જણ ઝૂરે ઝરૂખો,


વિરહનું કારણ કેમ ખબર ના પડે પ્રિયજનને;

કે ભર્યુંભાદર્યું ઘર પણ લાગે રણ ઝૂરે ઝરૂખો,


નિસાસાઓથી ચહેરો એનો ભરાવદાર લાગ્યો;

હા એટલા કે જોખતા લાગે મણ ઝૂરે ઝરૂખો,


અકબંધ વસ્તુઓ બધી એમ જ પડી છે જોતાં;

હા સાચે કારણમાં મળ્યું સ્મરણ ઝૂરે ઝરૂખો,


ગયો "બીન્દાસ" જોવા કોણ કોની યાદમાં ઝૂરતું;

કે વર્ષો બાદ ઊડતી ત્યાં રજકણ ઝૂરે ઝરૂખો.


Rate this content
Log in