Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Parmar

Others

3  

Umesh Parmar

Others

હા ! એટલે જ હતો હું ચર્ચામાં

હા ! એટલે જ હતો હું ચર્ચામાં

1 min
7.0K


જોઈએ છે લોકોને થોર ઉપર બોર,

ડફોળો સમજો અલગ હોય છે ખોળ અને ગોળ.

હા ! એટલે જ હતો હું - ચર્ચામાં


હતો પેલા રાજાનો વિશ્વાસુ પ્રધાન,

પણ હાલ સૌ સાવધાન.

કેમ કે લોકો વાતો સાંભળતા રડીને,

અને બીજાને કહેતા હસીને.

હા ! એટલે જ હતો હું - ચર્ચામાં


કોઈએ કહ્યું છે સાચું...

આંસુની તો જાત જ ખારી, આપણા માટે નહીં સારી,

હા ! 'હું' છું, અલગ માટે નહીં સમજાય વાત મારી.

હા ! એટલે જ હતો હું - ચર્ચામાં


મનેય ખબર છે કે,

સૂકા રણમાં ઝરણાં ન હોય,

ગરીબના ગળા પર ઘરેણાં ન હોય,

મારી તો વાત જ બસ એટલી, કે

"ગામ ના મોઢે ગળણાં ન હોય"

હા ! એટલે જ હતો હું - ચર્ચામાં


Rate this content
Log in