ગરીબી કોને ગમે છે !
ગરીબી કોને ગમે છે !
1 min
15.2K
રોજ એક રોટલાના ટુકડા માટે
સઘળા મહેણાં-ટોણા ખમે છે
દોસ્ત આ ગરીબી કોને ગમે છે !
વીંધાય છે લોકોના અપશબ્દોથી
નાનકડું અમથું દીલ
જેમાં માછલીઓ વલખાં મારે
એવું પાણી વગરનું જીલ
સુજેલી એવી આંખમાંથી
આંસુના ટીંપા પડે છે
સાચવવા છે આ અશ્રુને
પણ શોધ્યા કયા જડે છે
દીલનો ખાલીપો ભરાઈ જાય
કદાચ કોઈના આશ્વાસનથી
પણ પેટનો ખાલીપો નથી ભરાતો
જોઈને મોઢાથી લાળ ટપકે છે
જ્યા ભોજનનો સાગર રોજ ઊભરાતો
