STORYMIRROR

Patel Priyabshu

Others

2  

Patel Priyabshu

Others

દિવાનગી

દિવાનગી

1 min
13.6K


નાહક ગળે વળગી પડી પગથારની દિવાનગી, 
મોંઘી પડી છે બહુ મને આ દ્વારની દિવાનગી.

મૂકી દીધા છે સ્વપ્ન તો અભરાઈ પર મેં ક્યારના, 
સૂવા નથી દેતી હવે અંધારની દિવાનગી.

લાપતા એ નાતવની ધટના વિશે ના પૂછ તું,
છોડી દીધી છે ક્યારની મઝધારની દિવાનગી.

મીણની માફક પ્રથમ તું ઓગળીને જો જરા 
છુટી જશે જડ મૂળથી આકારની દિવાનગી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Patel Priyabshu