ધૂળેટી - વરસે ભાવરંગ
ધૂળેટી - વરસે ભાવરંગ
1 min
129
રંગ ભર્યો તહેવાર અનેરો,
પાઠ શીખવતો જીવન કેરો.
હરખની હેલી હૈયે ઉભરેલી,
નવા નવા રંગની રંગત નવેલી.
રંગભર્યો.......
એકલા નહીં, એકમેકથી ઉજવાતો,
સુખભરી લાગણીથી સૌને છલકાવતો.
રંગભર્યો....
સંપ સહકાર એકતાનો સંગમ,
સૌને સમજાવે જીવન અભિગમ.
રંગભર્યો...
ઉત્સવ ઉમંગનો અદ્દભૂત અનોખો,
હર રંગ અર્પતો અર્થ કંઈક નોખો.
રંગભર્યો.
