ઢીંગલીને આવ્યું એક સપનું
ઢીંગલીને આવ્યું એક સપનું

1 min

227
ઢીંગલીને આવ્યું એક સપનું રે લોલ,
એની આંખલડી આનંદ ઉભરાય રે,
સપનામાં આવ્યા મોરલાં રે લોલ,
મોરલાં એ આપ્યાં એને પીંછા રે,
સપનામાં આવ્યા ફૂલડાં રે લોલ,
ફૂલડાં એ આપી એને મહેક રે,
સપનામાં આવ્યા પતંગીયા રે લોલ,
પતંગીયા એ આપ્યું એનું રૂપ રે,
સપનામાં આવ્યાં તારલા રે લોલ,
તારલાં એ આપ્યું એનું તેજ રે,
ઢીંગલીને આવ્યું એક સપનું રે લોલ,
એની આંખલડી આનંદ ઉભરાય રે.