કપૂત પાકે
કપૂત પાકે

1 min

307
મા પણ રડે એ, જેની કૂખે કપૂત પાકે,
ન રહેવાની ભાન, ન બોલવાની ભાન,
મમતા લજાવે એ અજ્ઞાન.
કોણ જાણે કેમ એ કપૂત પાકે ?
નથી જેને સ્વમાનની ભાન;
કે નથી કોઈને સમજવાની ભાન.
ખોટો દાદો થઈ ફરતો જો કપૂત પાકે,
મા પણ રડે એ, જેની કૂખે આવો કપૂત પાકે....!
નથી જેેને સાચી દુનિયાની સમજ,
કે નથી કોઈની લાગણીની કિંમત,
આવો જો બેવકૂફ પાકે,
મા પણ રડે એ,જેની કૂખે કપૂત પાકે.