STORYMIRROR

डॉ गुलाब चंद पटेल

Others

4  

डॉ गुलाब चंद पटेल

Others

ચપટી ભરી કંકુ

ચપટી ભરી કંકુ

1 min
382

ચપટી ભરી કંકુ ને, 

ચંદનનો ચાંદલો 

સત્સંગની જોડ લઈને રે, 

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે. 


સામેની શેરીએથી સહજાનંદ આવે, 

વાઘાની જોડ લઈને રે, હાલો.. હાલો... 


સામેની શેરીએથી ગુણાતીતનંદ આવે, 

ફૂલડા લઇને જઈએ રે, 

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે, 


સામેની શેરીએથી ભગતજી આવે, 

તુલસીની માળા લઈને રે,

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે.


સામેની શેરીએથી શાસ્ત્રીજી આવે, 

ફૂલમાળા લઈને જઈને રે 

હાલો હાલો ગુરુને વધાવીંએ રે, 

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે. 


સામેની શેરીએથી યોગીજી આવે, 

ધોતીઓની જોડ લઈને રે,

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે.


સામેની શેરીએથી પ્રમુખ સ્વામી આવે, 

ઢોલ નગારા લઈને જઈએ રે 

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે 


ચપટી ભરી કંકુ ને, 

ચંદનનો ચાંદલો 

સત્સંગની જોડ લઈને રે, 

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે. 


Rate this content
Log in