I'm Bhavna and I love to read StoryMirror contents.
Share with friends*ઉણપ* ૩૦-૭-૨૦૨૨ ઉણપ હોય શકે મારાં શબ્દોમાં, બાકી સંબંધોમાં વ્યવહારિક ઉણપ નહીં હોય. સમજ... સમજની વાત છે... *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
*શોધવું* ૨૯-૭-૨૦૨૨ આજનાં યુગમાં ચોખ્ખું અનાજ કે અન્ય વસ્તુઓ શોધવી મુશ્કેલ છે એમજ આપણી સાચી ઈજ્જત ને સંભાળ રાખનારા લોકો શોધવા મુશ્કેલ છે.. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
*પાણિગ્રહણ* ૨૭-૭-૨૦૨૨ નાં તમારાં કે નાં મારાં એકની વાત છે, જ્યાં ને ત્યાં પાણિગ્રહણ પછી રામાયણ થાય છે. યુગયુગથી આવું ચાલે જ છે, તોયે પાણિગ્રહણ વગર કોઈ રહે છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
*ઈંટ* ૨૫-૭-૨૦૨૨ ઈંટ નાં ભઠ્ઠે તપતી ઈંટ પણ રડે છે, આ માણસ માણસને કેવો તપાવે છે.. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
પથ્થરમાં .. ૨૨-૭-૨૦૨૨ પથ્થરમાં પ્રભુ છે એવું માનનારા જીવતા માણસમાં પણ ઈશ્વર વસે છે એવું કેમ નથી માનતા ? *ભાવના ભટ્ટ અમદાવાદ*
*સમય* ૨૦-૭-૨૦૨૨ સમય સમયે માણસો બદલાય છે, અવનવા રંગોથી ચહેરે દેખાય છે; સાચો મુખોટો ક્યાં કદી પકડાય છે, સંબંધોમાં ફાયદો ઉઠાવતો જાય છે. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
*ઘણું બધું* ૧૮-૭-૨૦૨૨ ઘણું બધું જાણીને અજાણ બનીને સંબંધો નિભાવાય છે, ઘણું બધું ન જાણીને અણસમજુ રહીને ખુશ રહેવાય છે.. *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖
*વસ્તી વધારો* ૧૬-૭-૨૦૨૨ વસ્તી વધારો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ને મોંઘવારી એનાથી પણ વધુ ઝડપથી વધી રહી છે, ખાલી નથી વધી માણસાઈ; આ દુનિયામાં વસ્તી વધારા સામે માણસાઈ ઘટીને સપાટીએ બેસી ગઈ છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖