Bhavna Bhatt
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2019,2021 - WINNER

3246
Posts
234
Followers
0
Following

I'm Bhavna and I love to read StoryMirror contents.

Share with friends

*એ સમડી* ૬-૧-૨૦૨૪ અગાશી પર બેસીને સમડી બોલી એની ભાષામાં કંઈ શાને મૂંઝાવ છો બાળકો ચિંતા છોડી મોજમાં જીવો મન પર ભાર ન રાખો લગારે નિજાનંદમાં મસ્ત બની વિહરો સમય આવે સઘળું મળશે આતો કર્મનાં લેખાંજોખાં છે અહિત કદી નહીં થવા દઉં.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*રાષ્ટ્રીય દાદા દાદી દિવસ* ૧૦-૯-૨૦૨૩ વડીલો ઘરનાં મોભી છે, એ જીવનથી અલગ નથી આ જિંદગી એમનાં લીધે છે, વડીલો વિનાનું ઘર એ ઘર નથી પરંતુ કોંક્રિટ નું સ્મારક છે.... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*ગુજરાતી ભાષા* ૨૪-૮-૨૦૨૩ જે માવતરની લાગણીના ભાવ સમજી શકતા નથી, તેમને ગુજરાતી ભાષા વિષે સમજાવવાનો કોઈ અર્થ નથી.. ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*આંસુ* ટુંકું ને ટચ આંસુ એ તો આપણાં શરીરમાં ફિલ્ટર નું કામ કરે છે.. આંસુ તો સુખમાં પણ આવે ને દુઃખમાં પણ આવે છે. આંસુ સ્ત્રીનાં હોય કે પુરુષનાં એ સરખા જ હોય છે એનાં રંગ રૂપ અલગ નથી હોતાં તો પછી શા માટે એવી માન્યતા પ્રચલિત છે કે સ્ત્રી વાતે વાતે રડે તો રોતડી છે ને પુરુષ રડે તો..... .. ન જ કહેવાય... કારણકે આંસુ તો કુદરતી છે એને રોકી રાખવાથી હ્રદય પર બોજ બની જાય છે આંસુ વહી જાય તો મન હળવું બની જાય છે.

*પારકાં એ પારકાં* સમીક્ષા... ૨૮-૬-૨૦૨૩ પારકાં માટે ઘણું બધું ગુમાવી દીધાં પછી એ પોતાનાં ન થાય, જ્યારે પારકાં પોતાનો સ્વાર્થ સાધી લીધાં પછી મોં ફેરવી લે ત્યારે, એ આઘાતજનક પરિસ્થિતિમાં પોતાનાં જ સધિયારો આપે છે... ત્યારે પરિવારની હૂંફ જ જીવવા બળ આપે છે. પણ સમજણ ત્યારે આવે છે જ્યારે ચોટ દિલ પર વાગે છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*પારકાં એ પારકાં* સમીક્ષા... ૨૮-૬-૨૦૨૩ પારકાં માટે ઘણું બધું ગુમાવી દીધાં પછી એ પોતાનાં ન થાય, જ્યારે પારકાં પોતાનો સ્વાર્થ સાધી લીધાં પછી મોં ફેરવી લે ત્યારે, એ આઘાતજનક પરિસ્થિતિમાં પોતાનાં જ સધિયારો આપે છે... ત્યારે પરિવારની હૂંફ જ જીવવા બળ આપે છે. પણ સમજણ ત્યારે આવે છે જ્યારે ચોટ દિલ પર વાગે છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*વિશ્વ સંગીત દિન* ૨૧-૬-૨૦૨૩ સંગીત નાં સરગમનાં સૂર થકી આનંદ મળશે, ભાવનાના ઉઝરડાં પર મલમ મળશે. સંગીત સ્નેહના તાંતણે બાંધે છે તો ક્યાંક દર્દની દવા બને છે ને સંગીતની સાધના થકી ઈશ્વર નો સાક્ષાત્કાર થાય છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

આ દુનિયાનાં સ્ટેજ પર સૌથી અઘરું પાત્ર જે ભજવે છે, તે ભજવનાર પિતા હોય છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖

*બેસ્ટ ફ્રેન્ડ ડે* ૮-૬-૨૦૨૩ મારાં જિંદગીમાં હર પળ સાથે રહે છે, નિખાલસપણે મિત્રતા નિભાવે છે મારી લાગણીઓને સમજે છે સંકટ સમયે પડખે રહે છે. હૈયામાં ધબકાર બની રહે છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖


Feed

Library

Write

Notification
Profile