ઉનાળાની તપતી બપોર પછી શમણી સાંજ આવી,
ધોમધખતો સૂરજ આથમ્યો ને આકાશમાં ગુલાબી પ્રસરાઇ,
મૌસમે પણ પોતાનો મિજાજ બદલ્યો ને ઠંડી વાયરી લહેરાઈ,
ક્ષણભરના ભ્રમ બાદ ખ્યાલ આવ્યો કે ખરેખર તો દિલ ને તારી યાદ આવી...
એ હુંફાળી આંગળી પકડીને તો પગ પર ઊભા રહેતાં થયાં,
એ પ્રેમાળ આંખોમાં તો અવનવા સ્વપ્નો દેખતાં થયાં,
ખરેખર મુખૅ હતા કે એમના ઘડતરની કદર કરી ના શક્યા,
આકાશ આંબવાના ગાંડપણમાં આપણે બ્રહ્માંડ છોડી ચાલતા થયાં.