"ખંજર ઉતરી ગયા છે હૃદય મહીં, હવે રક્તને વહેવા દો... વર્ષો બાદ આજે તૂટ્યું છે મૌન, હવે વ્યથાઓ કહેવા દો..." -નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'
"લખી નાખું કવિતા, કે આજે યાદ આવી છે સનમની, હૈયામાં ફરી ઉપડી છે પીડા આજે એમના જખમની." - નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'
"જેને કદર નથી તમારી એની માટે તમે રડો છો, જેને કદર છે તમારી એને જ તમે રડાવો છો, બસ એજ નથી સમજાતું તમે આમ શા માટે કરો છો." - નાસિરહુસૈન મોમીન 'પ્રેમનિર્ઝર'
'પ્રકૃતિના રૂપનો વૈભવ ધરા પર વિખરાયો, ડાળે- ડાળે ભ્રમર-પુષ્પના પ્રણયનો રંગ રેલાયો, આ વસંતકાળે હું અભાગી વિરહના વમળમાં ફસાયો, ચોતરફ બધું શુષ્ક ભાસે, કે જીવનના બપોરે મને અંધકાર દેખાયો' - નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'