ડગમગતા પગને જમીન પર સ્થિર કરનાર ને આસમાન તરફ નજર કરાવનાર, જ્ઞાન સાગરમાં ડૂબકી મરાવી વિદ્યાનાં મોતીનો ખજાનો લૂટાવનાર, તેમજ હૈયાની કોરી પાટી પર જીવનની બારાખડીનાં અક્ષર માંડનાર માતા, ગુરુ તેમજ શિક્ષકોને વંદન🙏🏼💐 નારદી પારેખ🌹
સમય જેવો કોઇ શિક્ષક નથી જે પ્રલય અને નિર્માણ બન્નેને ઘડી શકે છે. ને જીંદગી જેવી કોઇ પાઠશાળા નથી,શાળામાં જેનો ઉલ્લેખ પણ નથી થયો તેવા પાઠ શીખવી,અઘરા પેપર કાઢી,હરપળ કસોટી કરી જીવનનું ઘડતર કરે છે. ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ
જેમનામાં જ્ઞાનનો સમંદર ઉછળતો રહે છે... તેવા આજીવન શિક્ષકને શિક્ષક દિને વંદન🙏🏼 ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી