થોડી રાખી છે તરસ, લાગણીભર્યા સંબંધોની, બાકી, જિંદગી તો મજેદાર જ છે. થોડી રાખી છે ચાહત, હૂંફાળા સંપર્કોની, બાકી જિંદગી તો મજેદાર જ છે. ✍️ પૂર્વી પટેલ 'pk'
સ્ત્રી પહાડોને ચીરતી, માર્ગમાં વચ્ચે આવતાં અવરોધોને ઓળંગી, પોતાનો રસ્તો કરી મેદાન તરફ આગળને આગળ વધે છે, ને અંતે પોતાની મંઝીલને મળે છે. બસ, આમ જ તે કોઈ અજનબી સાથે નવી દુનિયામાં કદમ માંડે છે. અજાણ્યાનો હાથ પકડી તે તેની મંઝિલ તરફ આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે. આટલી લાંબી અને મુશ્કેલી ભરી સફર કાપીને, આગળ શું થશે, એ વિચાર્યા વિના આખરે તેણે બીજામાં જ સમાય જવાનું છે, તે વાતને અપનાવી લે છે. પોતે પોત
એ કહેતા રહ્યા હંમેશા, મને તને જ્યારે મન થાય ત્યારે વાત કરશું. સમય વહેતો રહ્યો, હું વિચારતી રહી... મેં તો ન કહ્યું કંઈ, પણ એમને પૂછવાનીય ક્યાં જરૂરત લાગી!!pk. ✍️ *પૂર્વી પટેલ pk.*
ચૂક થઈ ગઈ ભારે, યાદોના ઝરૂખેથી, અવળી દિશાએ હૃદયે પગલાં ભર્યા, કંઈ કેટલાય ઘા ફરી તાજા થઈ ગયા.pk ✍️ *પૂર્વી પટેલ pk.*
ચાલ મન, આજે નિવૃત્ત થઈ જાઉં છોડવા જેવું બધું જ છોડતો જાઉં, હક-ફરજોના ભારથી વેગળો થઈ, જીવનના અંતે થોડું જીવતો જાઉં.pk ✍️ *પૂર્વી પટેલ pk*
મુક્તક *ચૂકાદો* માનવી જાણ્યે- અજાણ્યે ક્રૂર નોંધાયો, કુદરતની કસોટી પર 'ખોટો' પરખાયો કુદરતે આપ્યો, આખરે એક ચુકાદો સૃષ્ટિમાં અતિવૃષ્ટિનો કહેર વર્તાયો.pk. ✍️ *પૂર્વી પટેલ pk*