STORYMIRROR

#બુરા ન માનો હોલી હૈ

SEE WINNERS

Share with friends

આ મેરે પાસ તુઝે અપને હાથો સે સંવાર દૂ,

લાલ રંગ કે ગુલાલ સે તેરે ગાલો કો નિખાર દૂ.


ભારત એ ઉત્સવોનો દેશ છે, આખા વરસ દરમ્યાન આવતાં વિવિધ ઉત્સવો આપણા નીરસ અને બેરંગ જીવનમાં આનંદ અને ખુશીઓના રંગ ભરી જાય છે. એમાય હોળી એતો રંગોનો તહેવાર છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ વગેરે રંગો માનવીના બેરંગ જીવનમાં પ્રેમ, મિત્રતા સમર્પણ, લાગણી, હુંફ જેવા રંગો ભરી જાય છે. હોળીના તહેવાર સાથે આપણા જીવનની અનેક ખાટી-મીઠી યાદો અને લાગણીઓ જોડાયેલી હોય છે.


તો આપની આ યાદો અને લાગણીઓના રંગ અન્યને પણ લગાડો, આપની કવિતા અને વાર્તાઓ થકી. સ્ટોરીમિરર ગુજરાતી લઈને આવ્યું છે આ હોળી નિમિતે વિશિષ્ટ લેખન સ્પર્ધા ‘બુરા ન માનો હોલી હૈ’


સ્પર્ધાના નિયમો:

૧. તમામ પ્રકારની કવિતા, વાર્તા સ્વીકાર્ય છે.

૨.  વાર્તા અને કવિતાના દરેક સ્વરૂપ સ્વીકાર્ય છે.

 ૩. વાર્તા અથવા કવિતા ફક્ત સ્પર્ધાની લિંક દ્વારા જ સબમિટ કરવાની રહેશે.

 ૪. સહભાગીઓએ તેમની મૌલિક કવિતાઓ, વાર્તાઓ સબમિટ કરવી જોઈએ.

૫.  વાર્તાઓ, કવિતાઓ સબમિટ કરવાની સંખ્યાની કોઈ મર્યાદા નથી.

૬. પહેલેથીજ સબમિટ કરેલી વાર્તા અથવા કવિતા https://storymirror.com પર ફરીથી સબમિટ કરી શકાશે નહિ.

૭.  સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.

૮.  લેખ અથવા નિબંધો સબમિટ કરવાની મંજૂરી નથી.

૯. રાજકીય પક્ષપાત, અશ્લીલ કે જાતિવાદને લગતી રચનાઓ સ્વીકારાશે નહિ.


પુરસ્કાર:

૧.  કવિતા અને વાર્તામાં શ્રેષ્ઠ ૧૦-૧૦ રચનાઓને ડિજીટલ પ્રમાણપત્ર અને સ્ટોરીમિરરની સિલ્વર મેમ્બરશીપ' આપવામાં આવશે.

૨.  સાત કે તેથી વધુ કૃતિઓ રજૂ કરવા અથવા સબમિટ કરવા પર પ્રશંસાપત્ર આપવામાં આવશે.

 ૩. પંદરથી વધુ કૃતિઓની રજૂઆત પર રૂ. 250 / - નું શોપિંગ વાઉચર આપવામાં આવશે.

૪. સંપાદક દ્વારા આપવામાં આવેલી રચનાઓ પરના ગુણો, પસંદ, ટેક્સ્ટ, રેટિંગ અને ટિપ્પણીઓના આધારે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.


પાત્રતા:

આપની રચના ૦૨ માર્ચ ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી મૂકી શકાશે.

ભાષાઓ: ગુજરાતી

રચના પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ

સંપર્ક વ્યક્તિ:  વિષ્ણુ દેસાઈ (Vishnu@storymirror.com,  Ph : 97231 85603)

support@storymirror.com / +91 8452804735



Trending content