Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#52-Week Writing Challenge - 2024 (Edition 7)

PARTICIPATE

Share with friends

જેમ જેમ 2024 નજીક આવે છે, નવા વર્ષની શરૂઆત લક્ષ્યો અને સંકલ્પો નક્કી કરવા માટેની એક યોગ્ય તક પૂરી પાડે છે. સ્ટોરીમિરર આપને સાપ્તાહિક લેખન ચેલેન્જ સ્વીકારવા અને સાતત્યપૂર્ણ લેખન કરનારા લેખકોના સમુદાયમાં જોડાવા આમંત્રણ આપે છે.


52-અઠવાડિયાની લેખન સ્પર્ધા - 2024 (આવૃત્તિ 7)ની છઠ્ઠી સીઝનની શરૂઆતની જાહેરાત કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. આ સ્પર્ધા તમારા લેખન કૌશલ્યને સમૃદ્ધ કરવા અને સાથી લેખકોના બહુમૂલ્ય સમર્થન સાથે તમારી સર્જનાત્મકશક્તિ વધારવાનું વચન આપે છે.


આ સિઝનમાં નવું શું છે ?

આ સ્પર્ધા માટે દર મહિને ચોક્કસ થીમ નક્કી કરવામાં આવશે, જે સ્પર્ધકોને આખા મહિના માટે તે થીમ પર તેમની રચનાઓ સબમિટ કરવા પ્રોત્સાહિત કરશે.

પછી ભલે તમે ટૂંકી વાર્તાઓ લખતા હોવ કે કવિતાઓ લખતા હોવ, આ સ્પર્ધા તમારી કલ્પનાને આકાર આપવા અસંખ્ય લેખન વિષયો પુરા પાડશે.


હા એક વાતની અહીં નોધ લેવી કે, આ થીમ લેખકોને માર્ગદર્શન માટે છે. લેખકો આપેલી થીમ સિવાય પણ પોતાની મનગમતી થીમ પર લખવા માટે સ્વતંત્ર છે.


1. જાન્યુઆરી મહિનો - શૈલી ગાલા: આખા મહિના માટે કોઈપણ રેન્ડમ શૈલી (દા.ત. વિજ્ઞાન સાહિત્ય, રોમાંસ, રહસ્ય, હોરર, કાલ્પનિક) પસંદ કરો અને તે શૈલીમાં તમારી સામગ્રીને તૈયાર કરો. પણ એ ધ્યાન રાકશો કે આ મહિનાની આપની બધીજ રચનાઓ અલગ અલગ શૈલીની હોવી જોઈએ.  

2. ફેબ્રુઆરી મહિનો – પાત્ર સર્જન : 

આ મહિના માટે દર અઠવાડિયે એક નવું પાત્રને પસંદ કરો. તેમના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું અન્વેષણ કરો. એ બધું ધ્યાનમાં રાખી આપની રચનાનું સર્જન કરો.

3. માર્ચ મહિનો  - મેઘધનુષ સાથે લખો

આ મહિનાના દરેક અઠવાડિયા માટે એક રંગ પસંદ કરો. એ રંગ સાથે સંકળાયેલ પ્રતીક, લાગણીઓ અને પ્રભાવને તમારી રચનામાં ઉતારો. 

4. એપ્રિલ મહિનો – રોજિંદો આનંદ

આ મહિના માટે જીવનના નાના અને સહજ આનંદ વિશે લખો. રોજિંદા અનુભવોમાંથી ખુશી, કૃતજ્ઞતા અને સંતોષની લાગણીઓ ઉજાગર કરો અને તમારા સર્જનમાં ઢાળો.  

5. મે મહિનો  - વતનની વાતો

તમારા વતન કે વિસ્તાર સાથે સંકળાયેલી ઘટનાઓ, લોકવાયકાઓ, કે પરંપરાઓને તમારી રચનાઓમાં ગૂંથી સાહિત્ય રચના કરો.  

6. જૂન મહિનો  - રંગ મિશ્રણ

આ મહિનાના દરેક અઠવાડિયા માટે એક રંગ પસંદ કરો. એ રંગ સાથે સંકળાયેલ પ્રતીક, લાગણીઓ અને પ્રભાવને તમારી રચનામાં ઉતારો  

7. જુલાઈ મહિનો - સ્વપ્નસૃષ્ટિ

તમારા પોતાના અથવા અન્યના સ્વપ્ન, આકાંક્ષાઓ અને કલ્પનાઓને તમારી રચનામાં ઢાળો. એના વિઓશે લખો કે જેના તમે સપના જુઓ છો.

8. ઓગસ્ટ મહિનો – પ્રાણીઓ સાથેનું અનુબંધન

પાલતુ અથવા પ્રાણીઓ દ્વારા પ્રેરિત સામગ્રી શેર કરો. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચેના બંધનનું અન્વેષણ કરો અને માનવ અને પ્રાણીઓ વચ્ચેની પરસ્પરની લાગણીઓને વ્યક્ત કરો.

9. સપ્ટેમ્બર મહિનો – કુદરતનું સૌન્દર્ય

આ મહિનામાં કુદરતનું સૌન્દર્ય અને તેની માનવ પર થતી અસરોને તમારી રચનાઓમાં વણી લો.

10. ઓક્ટોબર મહિનો  - Bookish Adventures

તમને ગમતા પુસ્તકોનું વચન કરો. અને ઉત્તમ પુસ્તકોમાંથી વ્યક્ત થતા વિચારો અને આનંદને આપની રચનાઓમાં ગુંથી સાહિત્ય સર્જન કરો.

11. નવેમ્બર મહિનો – શોધ-સંશોધન

ગુમાવ્યું એન્ડ મેળવ્યુંની થીમ પર તમારી રચનાઓને કેન્દ્રિત કરો. કંઈક મૂલ્યવાન શોધવા સાથે સંકળાયેલ લાગણીઓ, પાઠ અને આનંદનું અન્વેષણ કરો.

12. ડિસેમ્બર મહિનો – ઉત્સવ ઉજવણી

વિશ્વમાં ઉજવાતા વિવિધ તહેવારોથી પ્રેરિત સાહિત્ય રચના લખો, આ ઉત્સવો સાથે સંકળાયેલી ભાવના, પરંપરાઓ અને લાગણીઓને વ્યક્ત કરો

 

નિયમો :

1. સ્પર્ધકોએ 52 અઠવાડિયા માટે સતત 52 વાર્તાઓ અથવા 52 કવિતાઓ સબમિટ કરવાની રહેશે. એટલે કે, પસંદ કરેક કેટેગરીમાં દર અઠવાડિયે 1 રચના ફરજીયાત મુકવાની રહેશે.

2. ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2024 ના ત્રીજા અઠવાડિયાથી તમારું સબમિશન શરૂ કરી રહ્યાં છો, તો તમે જાન્યુઆરી 2025 ના ત્રીજા અઠવાડિયા સુધી સબમિટ કરી શકો છો.

3. સ્પર્ધક વાર્તા અથવા કવિતામાંથી કોઈ એક વિભાગ અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકે છે. પણ લેખકે પોતે ભાગ લીધેલ વિભાગમાં 52 રચનાઓ પૂરી કરવાની રહેશે.

4. એકવાર લેખન શરૂ કર્યા પછી સબમિશનમાં કોઈ ગેપ ન હોવી જોઈએ. જો ગેપ હશે તો તે સ્પર્ધક ગેરલાયક ઠરશે.

5. વિજેતાઓ પસંદગી તેમની રચનાઓના સંપાદકીય સ્કોર્સ, વાચકોની સંખ્યા, લાઈકની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. આ તમામ 52 રચનાઓ માટે એવરેજ સ્કોર રહેશે.

6. સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

7. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.


ઇનામ :

1. દરેક ભાષાના 2 વિજેતાઓને (1 વાર્તા + 1 કવિતા) સ્ટોરીમિરર દ્વારા તેમના પુસ્તક (પેપર બૂક)પ્રકાશિત કરવાની તક મળશે.

2. 13 અઠવાડિયા પૂરા થવા પર: ડિજિટલ સર્ટિફિકેટ (¼ સફર માટે)

3. 26 અઠવાડિયા પૂર્ણ થવા પર એટલે કે સફરનાના ½ પડાવ પર તમને રૂ. 100 નું સ્ટોરીમિરર શોપ વાઉચર મળશે. અને સ્ટોરીમિરર મારફત પ્રકાશન પેકેજો પર 10% ડિસ્કાઉન્ટ.

4. 39 અઠવાડિયા પૂરા થવા પર, એટલે કે સફરના ¾ પડાવ પર તમને રૂ. 200નું સ્ટોરીમિરર શોપ વાઉચર મળશે. અને અને સ્ટોરીમિરર મારફત પ્રકાશન પર 15% ડિસ્કાઉન્ટ.

5. 52 અઠવાડિયા પૂરા થવા પર: સ્ટોરીમિરર તમારી ઈ-બુક + પ્રમાણપત્ર આપશે.

6. શ્રેષ્ઠ સામગ્રી સબમિટ કરનાર તમામ ભાષામાંથી ટોચના 10 સ્પર્ધકોને સ્ટોરીમિરર તરફથી મફત પુસ્તક અને ભૌતિક પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.


ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મારાથી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી. 

નોંધ: જો તમે એક કરતા વધારે ભાષાઓ માટે સબમિટ કરી રહ્યાં છો, તો તમારે દરેક ભાષામાં 52 સામગ્રી સબમિટ કરવાની રહેશે.

સાહિત્ય પ્રકાર  - વાર્તા | કવિતા

સમયગાળો– જાન્યુઆરી 1, 2024 થી  એપ્રિલ 30, 2025

રજીસ્ટ્રેશન  – એપ્રિલ 30, 2024 સુધી

પરિણામ – ઓગસ્ટ 2025

સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com

ફોન : +91 9372458287