Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Prem Gali

SEE WINNERS

Share with friends

પ્રેમકથાઓ તેમની આબેહૂબ લાગણીઓ દ્વારા વાચકોને મંત્રમુગ્ધ કરે છે, તેમાં આવતા ઉતાર ચઢાવ વાચકોને ભાવુક બનાવે છે. લેખિકા પ્રિયંકા ગુપ્તા સાહાએ તેમના પુસ્તક 'પ્રેમ ગલી'માં પ્રેમની થીમ કંઇક જુદી રીતે કોતરેલી છે. સ્નેહના પ્રતીક સમાન, આ આવૃત્તિમાં અલગ અલગ 27 પ્રેમકથાઓ, તેના  વિવિધ પાત્રોની વાર્તાઓ હૃદયસ્પર્શી છે

સ્ટોરીમિરર આપને "પ્રેમગલી" લેખનસ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે, જ્યાં તમે રૂ. 4700 સુધીના રોકડ ઈનામો જીતી શકો છો. છે. આ માટે આપે ફક્ત "પ્રેમગલી" પુસ્તકમાં સમાવિષ્ટ કોઈપણ ત્રણ વાર્તાઓમાંથી કોઈપણ ત્રણ પાત્રો અને એક પ્લોટ પસંદ કરવાના છે અને દર્શાવેલ ઘટકોનો ઉપયોગ કરીને તમારી પોતાની આગવી વાર્તા બનાવવાની છે. 

ભાગ કેવી રીતે લેશો ?

·   સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત “પ્રેમગલી” પુસ્તક વાંચો જે https://amzn.to/3XIp9RM પર ઉપલબ્ધ છે.

·   આ પુસ્તકમાં કુલ 27 વાર્તાઓ સમાવિષ્ટ છે, તેમાની કોઈપણ 3 વાર્તાઓમાંથી ગમે તે 3 પાત્રો અને એક પ્લોટ પસંદ કરો.

·   ત્યારબાદ “પ્રેમગલી” પુસ્તકમાં સમાવિષ્ટ ઘટકોને ધ્યાનમાં રાખી તમારી પોતાની વાર્તાનું સર્જન કરો.

·   તમે કઈ વાર્તાઓમાંથી 3 પાત્રો અને પ્લોટ પસંદ કર્યા છે, તે જણાવવાનું રહેશે,

·   હવે તમારી રચના સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર સબમિટ કરો.

 ઈનામો :

શ્રેષ્ઠ વાર્તાઓને ઈનામ આપવામાં આવશે. ઇનામના વિજેતા બનવા માટે, તમારી પોતાની વાર્તામાં આપે “પ્રેમગલી” પુસ્તકમાંથી જ 3 પાત્રો અને એક પ્લોટ પસંદ કરેલા હોવા જોઈએ. સ્ટોરીમિરરના નિર્ણાયકો દ્વારા વિજેતા રચનાઓની પસંદગી કરવામાં આવશે. અમારા નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે..

ઈનામો આ મુજબ છે :

પ્રથમ ઈનામ : રૂ.2100/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

બીજું ઈનામ : રૂ.1100/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

ત્રીજું ઈનામ : રૂ.501/ + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

ચોથું ઈનામ : રૂ.201/-+ સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર અન્ય પાંચ વિજેતાઓને

ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર. 

તો, જલ્દી કરો, તમારા હૃદય, આત્મા અને કલ્પનાને પ્રેમની સૌથી ઉત્તમ વાર્તા બનાવવા માટે કામે લગાવો અને રોકડ ઇનામ જીતો ! 

·         સ્પર્ધા માટેના અન્ય નિયમો :

·         આપે સૌપ્રથમ સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત “પ્રેમગલી” પુસ્તક વાંચવાનું રહેશે, જે https://amzn.to/3XIp9RM પર ઉપલબ્ધ છે.

·         આ પુસ્તકની કોઈપણ 3 વાર્તાઓમાંથી ગમે તે 3 પાત્રો અને એક પ્લોટ પસંદ કરો, તેની મદદથી તમારી પોતાની વાર્તા બનાવો.

·         આ સ્પર્ધા ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે.

·         આપ આપની રચનાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં સબમિટ કરી શકો છો..

·         ઓછામાં ઓછા 400 શબ્દોમાં લખવું ફરજીયાત છે, વધારે શબ્દો માટે કોઈ મર્યાદા નથી.

·         તમારે ફરજીયાત સ્વતંત્ર લેખક તરીકે ભાગ લેવાનો રહેશે. (એક કરતાં વધારે બે-કે ત્રણ વ્યક્તિઓ દ્વારા સમૂહમાં લખાયેલી વાર્તાઓ માન્ય રહેશે નહિ)

·         આપની રચના ફરજીયાત સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર સબમિટ થયેલી હોવી જોઈએ

ભાષાઓ : આપ એક અથવા એક કરતા વધારે ભાષાઓમાં પણ આપની રચના સબમિટ કરી શકો છો – અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી.


સ્પર્ધા શરુ : ડિસેમ્બર 1, 2022

સ્પર્ધા સમાપ્ત : માર્ચ 31, 2023

સાહિત્ય પ્રકાર : વાર્તા

પરિણામ : 31 મે  2023


Note: ભાગ લેવા માટે ઉપરના વાદળી બટન પર ક્લિક કરો.