Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#52 Week Writing Challenge (Edition 6)

PARTICIPATE

Share with friends

2023 શરુ ગયું છે અને નવા વર્ષની શરૂઆત દેખીતી રીતે નવા લક્ષ્યો અને સંકલ્પો નક્કી કરવા માટેનો ઉત્તમ સમય છે. સ્ટોરીમિરર તમને સાપ્તાહિક ધોરણે લખવા માટે કટિબદ્ધ કરવા અને તે કરવા માટે કટિબદ્ધ સાથી લેખક સમુદાયને સમર્થન આપવા માટે પડકાર આપવા માંગે છે.

સ્ટોરીમિરર આપ સૌને 52 વીક રાઈટિંગ ચેલેન્જ - 2023ની છઠ્ઠી સીઝનનો ભાગ બનવા આમંત્રણ આપે છે.(સીઝન- 6). આ સ્પર્ધામાં ભાગ લઈને તમે તમારી લેખન ક્ષમતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડશો અને તમારી સર્જનાત્મક સહનશક્તિમાં વધારો કરશો. 

આ સીઝનમાં નવું શું છે ?

દરેક અઠવાડિયા માટે એક એક વિષય નક્કી કરવામાં આવ્યો છે.  તમારે ફક્ત નીચેના વિષય પર વાસ્તવિક અથવા કાલ્પનિક કવિતા કે વાર્તા લખવાની છે.

ચાહે તમે ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ લખો, અથવા જર્નલ રાખવાનું પસંદ કરો - તે તમારી કલ્પનાશક્તિને વિસ્તૃત કરશે અને તમને લખવા માટેના કેટલાક નવીનવિચારો આપશે !

તેમછતાં, આપેલા વિષયો પર જ લખવું એવું બંધન નથી, આપ આપના મનગમતા વિષયો પર પણ લખી શકો છો.

વીક 1 – નવી શરૂઆત, નવા તમે 

વીક 2 – પરિવાર

વીક 3 – આઝાદી

વીક 4 - પાલતું 

વીક 5 – હોળી

વીક 6 – પ્રેમ

વીક 7 – અવકાશ

વીક 8 – અકસ્માત

વીક 9 – ગરીબી

વીક 10 – હીરો

વીક 11 – બાળકો

વીક 12 – ઉનાળો

વીક 13 – ડરામણું

વીક 14 – ખેડૂત

વીક 15 – વિવાહ

વીક 16 – સફર

વીક 17 – મહિલાઓ

વીક 18 – નસીબ

વીક 19 – પૈસા

વીક 20 – ચોમાસું

વીક 21 – મિત્રો

વીક 22 – જોડિયા

વીક 23 – યૌવન

વીક 24 – મા

વીક 25 – દાદા-દાદી

વીક 26 – સારું vs નરસું

વીક 27 – શિક્ષક

વીક 28 – રહસ્ય

વીક 29 – સાહસ

વીક 30 – સ્વપ્ન

વીક 31 – ઘર

વીક 32 – વિચિત્ર

વીક 33 – જન્મદિવસ

વીક 34 – કોઈ ફિલ્મનું કથાનું પુના: કાલ્પનિક સર્જન

વીક 35 – પુરુષ

વીક 36 – અજેય

વીક 37 – સમય યાત્રા

વીક 38 – નવો આરંભ

વીક 39 – તમારું શહેરી જીવન

વીક 40 – અમરત્વ

વીક 41 – શાળા જીવન

વીક 42 – તિરસ્કાર, ધ્રુણા

વીક 43 – જાનવર

વીક 44 – જાદુ

વીક 45 – નાસ્તિક/નકારાત્મકતા

વીક 46 – વૈજ્ઞાનિક

વીક 47 – દિવાળી

વીક 48 – અમીર

વીક 49 – રજવાડું

વીક 50 – શિયાળો

વીક 51 – ગૂઢ રહસ્ય

વીક 52 – યુદ્ધ

નિયમો :

1.સ્પર્ધકે નિયમિત રીતે 52 વાર્તાઓ અથવા 52 કવિતાઓ સાપ્તાહિક ધોરણે સબમિટ કરવાની રહેશે.

2. ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2023ની 3જા વીકથી તમારું સબમિશન શરૂ કરી રહ્યા છો, તો તમારે જાન્યુઆરી 2024ના 3જા વીક સુધી સબમિટ કરવાનું રહેશે.

3. સ્પર્ધક વાર્તા અથવા કવિતા એમ કોઈ એક અથવા બંને કેટેગરીમાં ભાગ લઇ શકે છે. પણ તમે જે કેટગરી પસંદ કરો તેમાં જ 52 રચનાઓ સબમિટ કરવાની રહેશે.

4. એકવાર સ્પર્ધામાં લેખન શરુ કર્યા પછી આપ વચ્ચે બ્રેક લઇ શકતા નથી, જો વચ્ચે ગેપ પડશે તો આપને ડીસક્વોલિફાઇ કરવામાં આવશે.

 5. વિજેતાની પસંદગી આપની રચનાઓના વાચકોની સંખ્યા, રચનાઓને મળેલા લાઈક-કોમેન્ટને અઆધારે કરવામાં આવશે. આ બાબત તમામ 52 રચનાઓને એક સમાન લાગુ પડશે.

6. સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

7. સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ઈનામ :

1. દરેક ભાષાના બે વિજેતાઓ (1 વાર્તા અને 1 કવિતા)ને સ્ટોરીમિરર તરફથી પોતાનું પુસ્તક પ્રકાશિત કરવાનો મોકો આપવામાં આવશે.

2.13 અઠવાડિયા પુરા કરવા પર ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. (1/4સફર પૂરી કરવા બદલ)

3. 26 અઠવાડિયા એટલેકે 1/2 સફર પૂરી કરવા પર સ્ટોરીમિરર તરફથી રૂ.100 ના મૂલ્યનું શોપ વાઉચર અને પોતાનું પુસ્તક પ્રકાશિત કરવવાના પેકેજમાં 10% ડિસ્કાઉન્ટઆપવામાં આવશે.

4. 39 અઠવાડિયા એટલેકે 3/4 સફર પૂરી કરવા પર સ્ટોરીમિરર તરફથી રૂ.200 ના મૂલ્યનું શોપ વાઉચર અને પોતાનું પુસ્તક પ્રકાશિત કરવવાના પેકેજમાં 20% ડિસ્કાઉન્ટઆપવામાં આવશે

5. 52 અઠવાડિયા પુરા કરવા પર સ્ટોરીમિરર આપનું ઈ-પુસ્તક પ્રકાશિત કરશે અને પ્રમાણપત્ર આપશે.

6. દરેક ભાષાઓમાં મળીને સર્વાધિક રચનાઓ સબમિટ કરનાર 10 સ્પર્ધકોને સ્ટોરીમિરર તરફથી મફત પુસ્તક આપવામાં આવશે.

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી. 

નોંધ : આપ એક કર્તા વધારે ભાષાઓમાં પણ સબમિટ કરી શકો છો, પણ આપે પસંદ કરેલી દરેક ભાષામાં 52 રચનાઓ પૂર્ણ કરવાની રહેશે.

સાહિત્ય પ્રકાર – વાર્તા અને કવિતા

સ્પર્ધાનો સમયગાળો  – 1 જાન્યુઆરી 2023 થી 30 એપ્રિલ 2024

રજીસ્ટ્રેશન – 30 એપ્રિલ 2023 સુધી

પરિણામ – જુલાઈ 2024 

સંપર્ક:

ઈમેઈલ: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287