Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PALLAV ANJARIA

Others

4.6  

PALLAV ANJARIA

Others

ઉમરકૈદ

ઉમરકૈદ

3 mins
202


અહિં હવાને ઉમ્રકૈદ મળી છે. તમે ઘન હવા જોઈ છે ? નહિં ને ? અહિં હવા ઘન છે આ ચાર બાય ચારની કોટડીમાં. હવા અહિં રોજ અલગ અલગ વેશ ભજવે છે. ક્યારેક વંટોળીયો, ક્યરેક લૂ, ક્યારેક દરીયાઈ ભેજ વાળી હવા, ક્યારેક વળી બગીચાની ખુશ્બુદાર હવા તો વળી ક્યારેક ઉકરડાની ગંધાતી હવા. પણ સાચું કહું તો એને વેશ ભજવતા આવડ્તુ નથી, જરાય આવડ્તું નથી. ગમે તેટલા વેશ ભજવે પણ પોતાના પોતા પણામાંથી બહારજ નથી આવી શકતી. બગીચાની હવા બને છે પણ સુગંધ વગરની, વંટોળીયો બને પણ એને સાંય-સાંય ફૂંકાતાં આવડતુંજ નથી. આ ચાર બાય ચારની કોટડીમાં એ પણ સ્થીર થઇ ગઇ છે.


કાન, આ કાન મારા જાણે તમરાંઓનું દર બની ગયા છે. આખો દિવસ અને આખી રાત તમરાંઓનો તીણો શોર મારા કાનમાં ગુંજ્યા કરે છે. તમરાંઓની આખી પ્રજાતી જાણે મારા કાનમાં વસતી હોય એમ આખો દિવસ એકધારો અવાજ આવે છે. મને લાગે છે કે ધીરેધીરે હું તમરાંઓની ભાષા પણ શીખી જવાનો. આ તમરાંઓ ઊંડાં ઊંડાં જશે અને અંદર બધું ફોલી ખાશે તો ?


મને સફાઈની આદત હતી. બધું ચોખ્ખું જોઈએ. પણ આ કોટ્ડીમાં, આ સ્થીરતામાં મારી આંખો પર પણ કરોળીયાના જાળાં બાજ્યા છે. અલગ-અલગ ભાત પાડે છે કરોળીયો એમાં. એના જાળાંમાં મારી નઝરની નઝરબંદી થઈ ગઈ છે. આગળનું કંઇ દેખાતું નથી માટે હું સતત ભૂતકાળમાં રહું છું. ભૂતકાળ…એ મારો ભૂતકાળ પણ મને ભૂત બની ડરાવે છે. હું એ હતો એ માત્ર માન્યતા જ બાકી રહી છે. કેમકે વાસ્તવિક્તાતો આ ચાર બાય ચારની કોટડી છે. મન થાય કે આ કરોડીયાને પાપણો વચ્ચે કચડી નાખું. પરંતુ મારે એને જીવવા દેવો છે. આમ પણ મારી પાપણના આ પરદાઓ પર પર્વતોના ભાર ખડ્કાયા છે. હું એને ઉંચકવા અસમર્થ છું. આ પર્વતોના ભાર નીચે પણ કરોળીયો અકબંધ છે. એ મારાથી પણ શક્તિશાળી છે ને હું એના કરતાં પણ કમજોર.


હું ઉચ્છવાસ કાઢું છું ને એ નો એજ ઉચ્છવાસ ફરી ઘુમરાઈને મારા શ્વાસમાં ભરાય છે. ફેફસાં પણ મારાં કાર્બન ડાયોક્સાઈડ ને ઓક્સિજન વચ્ચેનો ભેદ ભૂલવા લાગ્યાં છે. અહિં બધૂં સ્થીર છે, શાશ્વત સ્થીર. આ ઘડીયાલને પેરાલીસીસ થઈ ગયો છે એના કાંટા હલે છે પણ હાલતા નથી. આ દિવાલો પર મારાં ક્ષીતીજ છે. એના પર મારો સૂર્યોદય થાય છે અને એના પરજ સૂર્યાસ્ત. આજે કઈ તારીખ ? કયો વાર ? કયું સા? કયો સમય ? કોને ખબર છે ?

આજે દિવાલ પર ઉગેલા પીપળાએ દિવાલને ફાડી છે અને દિવાલમાં સહેજ તિરાડ પડી છે. એ તિરાડ થકી આ કોટડીમાં ચાંદરડું પડે છે. રોજ જેમ જેમ પીપળો વધે છે તેમ તેમ તિરાડ પહોળી થતી જાય છે. મને પ્રકાશ દેખાય છે..બેશૂમાર પ્રકાશ. આ ચાર બાય ચારની કોટડીમાં છોડવાનો સમય આવી ગયો ? આ બંધ પડેલું સ્થગીત બધું છોડવાનો સમય..આ કોહવાઈ ગયેલ હવા ને અલવીદા કહેવાનો સમય... આ તમરાંઓને કરોળીયાઓથી દૂર જવાનો સમય…બસ કાલે સવાર પડશે અને પીપળો થોડો ઔર વધશે અને પછી આ બધાં બંધન મુક્તિમાં પરીવર્તીત થઈ જશે. સવાર પડે એટલી વાર...


Rate this content
Log in

More gujarati story from PALLAV ANJARIA