Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PIYUSH JOSHI

Others

3  

PIYUSH JOSHI

Others

હાર જીત

હાર જીત

2 mins
192


મારું નાનામ પિયુષ જોષી છે. હું બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાની દિયોદર પ્રા.શાળા નંબર ૨માં ભણું છું. હું ફૂટબોલની ટીમનો ખેલાડી છે. હમણાં થોડા દિવસ પહેલા તા- ૦૩-૧૦-૨૦૧૮ન રોજ અમારે શાળા તરફથી ખેલમહાકુંભમાં ફૂટબોલની મેચ રમવા માટે જવાનું થયું. અમે અમારી ટીમ સાથે વી.કે. વાઘેલા સ્કૂલના ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ત્યારે ૧૨ વાગ્યા હતાં. અમારી મેચ ૨ વાગે શરુ થવાની હતી.

ત્યાં જઈને અમે જોયું તો અમારા કરતાં પણ મોટા છોકરાઓ ફૂટબોલ મેચ રમવા માટે આવ્યા હતાં. એમને જોઈને અમે થોડા ગભરાયા પણ ખરા કે આ મોટા છોકરાઓ સાથે અમે કેવી રીતે રમીશું ! એટલામા જ બીજી એક ફૂટબોલની ટીમ આવી. પણ આ ટીમના છોકરાઓ તો અમારા કરતા પણ નાની ઉમરના હતાં. તેમ છતાં તેઓ બિલકુલ ગભરાયા વગર મેદાન પર ફરતા હતાં. પછી તો તેમને જોઈને મારો ડર પણ ભાંગી ગયો. અમે મજબૂત મન કરીને રમવા માટે તૈયાર થયા.

૨ વાગે મારી મેચ શરુ થઈ. અમારી સામે વી.કે. વાઘેલા હાઇસ્કૂલની ટીમ હતી. જે ટીમના છોકરાઓ અમારા કરતાં પ્રમાણમાં મોટા હતાં. અમે એમને પૂરે પરી ટક્કર આપી. અને આખરે અમે એક ગોલથી મેચ જીતી ગયા. અમારો ઉત્સાહ બેવડાઈ ગયો. અમારી બીજી મેચ સાંજે ૪ વાગે હતી. વળી અમે એક મેચ જીતી ગયા હતાં. એટલે થોડાક હળવાશમાં હતાં. અમે કેટલાક મિત્રો બજાર બાજુ ફરવા અને નાસ્તો કરવા પણ જઈ આવ્યા.

ત્યારબાદ ૪ વાગે આમારી બીજી મેચ ચાલુ થઈ. બીજી મેચમાં અમારી સામે જે છોકરાઓ હતાં તે અમારા કરતાં પ્રમાણમાં નાના હતાં. થોડીક વાર પહેલા જ અમે અમારા કરતાં મોટા છોકરાઓને હરાવ્યા હતાં. એટલે અમે આત્મવિશ્વાસમાં હતાં, કે આ નાના છોકરાઓને તો હરાવી જ દઈશું. પણ ખરેખર એવું બન્યું નહિ. એ બાળકોએ અમને બરાબર ફાઈટ આપી. અને આખરે એ છોકરાઓની ટીમ અમારી સામે જીતી ગઈ.

ટૂંકમાં અમે જેમની સામે જીત્ય તે ટીમ અમારા કરતાં મોટી હતી. અને અમે જેની સામે હાર્યા તે ટીમ અમારા કરતાં નાની હતી. મતલબ સફળતાને નાના કે મોટા માણસ સાથે કઈ લાગે વળગતું નથી. જીતવાની આવડત, આત્મવિશ્વાસ અને મહેનત વળે જ સફળતા મળે છે.


Rate this content
Log in

More gujarati story from PIYUSH JOSHI