Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MOHITBHAI SUTHAR

Children Stories Others

3  

MOHITBHAI SUTHAR

Children Stories Others

સત્યમેવ જયતે

સત્યમેવ જયતે

3 mins
164


વરસો પહેલાની આ વાત છે. એક નગર હતું. તેનું નામ વિજયનગર હતું. તે નગરમાં એક રાજા રાજ કરતાં હતા. તેમનું નામ મહારાજ કૃષ્ણરાયદેવ હતું. તેઓ ઘણા જ સેવાભાવી, પ્રજાવત્સલ અને ન્યાયપ્રિય રાજા હતા. તેમની ન્યાયપ્રિયતા આ પંથકમાં જાણીતી હતી. એકવાર રાજા કૃષ્ણરાયદેવ પોતાના મંત્રીઓ સાથે સભા ભરીને બેઠા હતા. એટલામાં એક ખેડૂત ફરિયાદ લઈને ન્યાય માંગવા માટે આવ્યો.

વાત એમ હતી કે એ નગરમાં સૂરજ અને શંકર ના ના બે ખેડૂત રહેતા હતા. તેમના ખેતર એકબીજાની પાસે પાસે હતા. બંનેની ખેતરની વાડ એક જ હતી. હવે શંકરે વરસો પહેલાં પોતાના ખેતરની હદમાં એક આંબો વાવ્યો હતો. હવે તો એ આંબો મોટું ઝાડ બની ગયો હતો. અને તેની પર કેરીઓ પણ ખુબ જા વતી હતી. આવો આંબો જોઈને સિરાજને લાલચ થઈ. તેણે પોતાની ખેતરની હદ વધારીને આંબો પોતાનામાં સમાવી લીધો. અબબતને લઈને સૂરજ અને શંકરને ઝઘડો થયો. અને ન્યાય માટે બંને જણ રાજદરબારમાં આવ્યા.

શંકર : રાજાજી રાજાજી મને ન્યાય આપો.

રાજાજી ; તમારી સાથે શું અન્યાય થયો છે ?

શંકર : મહારાજ, મારા પડોશી સૂરજે પોતાના ખેતરની હદ વધારીને મારો આંબો તેની હદમાં લઇ લીધો છે.

રાજાજી : ભલે આ વાતની તપાસ થશે અને તું સાચો હોઈશ તો તને ન્યાય મળશે.

શંકર : ‘મહારાજ આપણો ખુબ ખુબ આભાર.’ એમ કહી શંકર ચાલ્યો ગયો.

શંકરના ગયાં પછી રાજાજીએ પોતાના દરબારીઓને પૂછ્યું, ‘બોલો આપણા દરબારમાંથી કોઈને પાસે શંકર અને સૂરજની લડાઈની ન્યાય છે ?

આ સાંભળી રાજગુર બોલ્યા : ‘મહરાજ, આંબો સૂરજનો છે. કેમ કે આંબો અત્યારે શંકરની નહિ પરંતુ સૂરજની ખેતરની હદમાં છે.

આ બધી ચર્ચા ચાલતી હતી. ત્યારે મહારાજ કૃષ્ણરાયના દરબારમાં એક મંત્રી શાંતિથી બેઠા હતા. તેમનું નામ તેનાલી રામા હતું. મહારાજે તેનાલી રમા સામે જોયું અને કહ્યું, ‘મંત્રી તેનાલી રામ તમે કેમ કંઈ બોલતા નથી. તમારું શું કહેવું છે ?’

આ સાંભળી તેનાલી રમા બોલ્યા મહારાજ, ‘આંબો સૂરજની હદમાં છે એવાત સાચી પણ, શક્ય છે કે સૂરજે પાછળથી પોતાની હદ વધારીને આંબાને શંકરના ખેતરમાંથી પોતાના ખેતરમાં લઇ લીધો હોય !

ત્યારે મહારાજ બોલ્યા, ‘ તો હવે આ વાતનો ન્યાય કેવી રીતે કરવો ?

ત્યારે તેનાલી રામને એક ઉપાય સૂઝ્યો. તેમેણે શાનાકાર અને સૂરજને રાજદરબારમાં બોલાવ્યા અને કહ્યું, ‘આંબો તમારી બંનેની હદ વચ્ચે છે, એટલે ન્યાય એમ કહે છે કે આંબાને કાપીને તમારા બંને વચ્ચે એના લાકડા અને ફળ અડધા અડધા વેચી દઈએ. બોલો તમારા બંનેનું શું કહેવું છે ?’

આ સાંભળી સૂરજે કહ્યું મને આ ન્યાય મંજૂર છે. મને અડધો આંબો આપી દો અને અડધો ભલે પેલાને આપો. પણ આ સાંભળી શંકર તો રડી જ પડ્યો. તેણે કહ્યું, ‘ મહારાજ તમે આંખો આંબો સૂરજને આપી દો. મારે નથી જોઈતો પણ તમે કાપશો નહિ. એ અંબાને મે નાનપણથી પાણી પાઈને મારા દીકરાની જેમ ઉછેર્યો છે. હું તેના ટુકડા થતા નહિ જોઈ શકું.’

આ સાંભળી તેનાલી રમણે કહ્યું, ‘મહારાજ અંબાનો સાચો માલિક શંકર જ છે. એટલે જ તેણે આંબા પર લાગણી છે. અને તેને કાપવાની ના પાડી દીધી. અને છેવટે આંબો શંકરને આપવામાં આવ્યો.


Rate this content
Log in

More gujarati story from MOHITBHAI SUTHAR