Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ALKA CHAUDHARI

Others

2.5  

ALKA CHAUDHARI

Others

દયાળુ લાલાજી કાકા

દયાળુ લાલાજી કાકા

2 mins
865


એક નાનકડું પણ સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. બધા લોકો પોતા પોતાની સગવડ મુજબ ધંધો રોજગાર કરતાં હતા. અને પોતાનું ગુજરાન ચાલવતા હતા. આ ગામમાં એક વડીલ વૃદ્ધ પણ રહેતા હતા. તેમનું નામ લાલજીકાકા હતું. આ લાલજીકાકાનો સ્વભાવ ખુબ દયાળુ હતો. તે હંમેશા બીજાને પોતાનાથી બનતી મદદ બીજાને કરતાં હતા. ભૂખ્યાને જમાડવા, કપડાની જરૂર હોય તેને કપડા આપવા, પૈસાની જરૂર હોય તેને પૈસા આપવા. આમ તે લકોને ખુબ મદદ કરતા. આખું ગામ તમને દયાળુ લાલાજીકાકા એમ કહીને જ બોલાવતું.

કહેવાય છે કે લાલજીકાકા પહેલા ખુબ જ ધનવાન હતા. તેમની પાસે ખુબ જ ધન સંપતિ હતી. પણ લકોને મદદ કરવામાં ને કરવામાં તેમને પોતાની બધી સંપતિ વાપરી નાંખી હતી. હવે તેમની પરિસ્થિતિ પણ ગરીબ બની ગઈ હતી. તેમના પરિવારમાં કોઈ હતું નહિ. તે એકલા જ રહેતા હતા. તેમ છતાં તમને પોતાનો દયાળુ સ્વભાવ છોડ્યો ન હતો. આજે પણ તે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતા. લાલાજીકાકા માનતા કે બીજાને મદદ કરવાથી ભગવાન આપણને મદદ કરે છે જ છે.

આમ કરતાં કરતાં સમય વીતતો ગયો. લાલાજીકાકાની ઉમર થતી ગઈ. હવે તે થાકી ગયા હતા. સરખું ચલાતું પણ હતું. પછી કામ કરવાની તો વાત ક્યાંથી હોય. હવે તે ધીમે ધીમે પથારીવશ થવા લાગ્યા. પણ પરિવારમાં કોઈ હતું નહિ. એટલે સેવા પણ કોણ કરે. એટલે તે ખુબ જ દુખી થવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે મેં આખી જીંદગી કોઈનું અહિત કર્યું નથી. ઉપરથી મારી પાસે જે કંઈ હતું. એનાથી બને તેટલી લોકોની મદદ જ કરી છે. તો પણ ભગવાન મને આટલી તકલીફ કેમ આપે છે.

તે આમ વિચારતા વિચારતા રડતા હતા.

ત્યાંજ ઘરમાં અચાનક એક પ્રકાશ પથરાયો. આખા ઘરમાં અજવાળું થઇ ગયું. એ પ્રકાશથી તેમની આંખો પણ અંજાઈ ગઈ. તેમણે ધીમે રહીને જોયું તો સામે દિવ્ય પ્રકાશ સાથે એક દેવતાઈ માણસ ઉભા તા. તે આ લોકના લાગતા નહતા. પણ કોઈ બીજા લોકથી આવ્યા હોય તેવું લાગતું હતું. એમને જોઇને લાલાજીકાકાએ પૂછ્યું તમે કોણ છો. તો એ બોલ્યા હું તમારો ભગવાન છું. તમે આખી જીંદગી લોકોની સેવા કરી એટલે તમને મારી સાથે લઇ જવા હું પોતે આવ્યો છું. આ સંભાળીને લાલાજીકાકા ખુશ ખુશ થઇ ગયા. તેમને વિશ્વાસ થયો કે સારા કામનું ફળ ભગવાન ચોક્કસ આપે જ છે.


Rate this content
Log in