STORYMIRROR

YuG Shastri

Others

3  

YuG Shastri

Others

મા

મા

1 min
253

ઈશ્વરે કરી સ્ત્રી સમક્ષ રજૂઆત,

બની જનેતા મનુષ્યની તું આપીશ મારો સાથ...


સાંભળી પ્રભુની વાત,

સ્વીકાર્યો માતૃત્વનો તાજ...


ગર્ભથી થઈ નવજીવનની શરૂઆત,

અનુભવ્યો સ્ત્રીએ પોતાની પૂર્ણતાનો અહેસાસ...


શિશુના જન્મદિવસની છે એક અનોખી વાત,

જ્યારે શિશુના રડવાના અવાજથી હસે છે એની માત...


ઈશ્વરના પ્રેમ સર્જનની છે વાત,

પર્યાય બની મમતાનો દરજ્જો મેળવ્યો એણે પ્રભુથી પણ ખાસ...


જેની સોડમાં સૂવા ખુદ દેવો પણ લે છે અવતાર,

એવી માતાના ધાવણનો કોઈ ન ચૂકવી શકે દામ...


જેના વાત્સલ્યનું કોઈ નીકળી શકે ના કોઈ માપ,

એવી દરેક માતાને મારા કોટી કોટી પ્રણામ.


Rate this content
Log in