હરિયાળી સરકતી જાય છે
હરિયાળી સરકતી જાય છે
1 min
553
ખખડધજ બસની બારીમાંથી જિંદગી ટૂંકાતી જાય છે,
બહારના કર્કશ અવાજમાં અંતરનો અવાજ ડોહળાતો જાય છે,
જુઓ હરિયાળી આંખોમાંથી સરકતી જાય છે.
નક્કર આભમાં અભેદ્ય લાગણીનાં કાળાં વાદળ,
ક્યારેક પીડનનાં છિદ્રમાંથી આંખોમાં વરસી જાય છે,
ત્યારે જ હરિયાળી આંખોમાંથી સરકતી જાય છે.
તારાઓની વેરવિખેર આકૃતિઓમાં ખોવાયેલાં અમથાં સપનાંઓ,
કચડાઇને ક્ષિતિજનાં જ કિનારે રહી જતી સાગરની લહેરો જાણે,
હસે છે બધાં જ્યારે, હરિયાળી આંખોમાંથી સરકતી જાય છે.
કાચાં રસ્તા, પથ્થરની ફાંટમાં ઉગ્યાં કાંટા, તેમાં ઠરી ઠામ ફૂલો,
બચવું કોનાથી જ્યારે પ્રશ્ન થાય છે, માનવજાત સામે દેખાય છે,
નિઃશ્વાસને તેડી ત્યારે હરિયાળી આંખોમાંથી સરકતી જાય છે.
