“
હું અને તું
કયાંક તું અને હું મળીશું
તે રસ્તાની તલાશ આજે પણ છે.....
ખોવાય ગયેલી મારી દુનિયામાં,
તને શોધવાનો વિચાર આજે પણ છે....
ઘણું કહેવું છે તને, પણ રહી ગયું,
તેનો અફસોસ આજે પણ છે....
જાગીને થાય છે રાત્રીઓ પસાર,
તારાં સપનાંનો ડર આજે પણ છે.....
હું "ઘાયલ" પણ નથી ને "મરીઝ" પણ નથી,
બસ, તારા માટે લખવાનો શોખ આજે પણ છે.....
”