વણવિન્ધ્યા મોતી
વણવિન્ધ્યા મોતી
ઘણા વરસો પહેલાની વાત છે. એક નગરમાં એક રાજા રાજ કરતો હતો. તેને ત્રણ દીકરીઓ રાજકુમારી હતી. સમય જતા દીકરીઓ મોટી થઇ એટલે રાજાએ તેમને પરણવાની તૈયારી કરી ત્યારે દીકરીઓને પૂછ્યું તમારે શું જોઈએ છે. ત્યારે દીકરીઓએ કહ્યું, ‘પિતાજી અમને વણવિન્ધ્યા મોતી આપો.’ રાજા એ પોતાના રાજના વાણીયાને બોલાવ્યો અને આદેશ કર્યો કે રાજકુમારીઓ માટે વણવિન્ધ્યા મોતી તૈયાર કરો. વાણીયો તો ગભરાઈ ગયો. આ વણવિન્ધ્ય મોટી બહુ જ દુર્લભ હતા. પણ તે રાજા આગળ કશું બોલી શક્યો નહિ. રાજા એ તેને છ મહિનાનો સમય આપ્યો.
પછી વાણીયો પોતાના ઘરે આવ્યો. પણ તે ખૂબ જ ચિંતામાં હતો. તેને આમ ઉદાસ થેલો જોઈ તેની દીકરીએ પૂછ્યું પિતાજી તમે આમ ઉદાસ કેમ છો? ત્યારે વાણીયાએ રાજદરબારમાં બનેલી વાત કહી. કે રાજાએ વણવિન્ધ્ય મોતી માંગ્યા છે. તે ક્યાંથી લાવીને આપવા. જો મારે દીકરો હોત તો ચોક્કસ મને લાવી આપત. પણ મારે તો દીકરી જ છે. ત્યારે વાણીયાની દીકરીએ કહ્યું, ‘પિતાજી એવા મોટી ક્યાં મળે છે? ત્યારે વાણીયાએ કહ્યું, ‘એવા મોટી તો અહીંથી દૂર એક નગર છે તે નગરના રાજાના ખજાનામાં જ છે. પછી વાણીયાની દીકરી પોતાના પિતાને વચન આપ્યું. ‘પિતાજી તમે ચિંતા ન કરો. હું ગમે તેમ કરીને છ મહિનામાં તમને એ નગરના રાજાના ખજાનામાંથી મોટી લાવી જ આપીશ.
આમ નક્કી કરી વાણીયાની દીકરી ઘરેથી નીકળી ગઈ. તેને પુરુષનો વેશ બનાવી લીધો. માથે પાઘડી, અને કેડિયું પહેરી લીધું. અને હાથમાં તલવાર અને ઘોડો લઈને નીકળી પડી. પેલા વણવિન્ધ્યા મોતી લેવા માટે પેલા નગરમાં. ત્યાં જઈને તેને જોયું કે એ નગરનો રજા જંગલમાં શિકાર કરવા જાય છે. એટલે તે પણ એ રાજાની પાછળ પાછળ જંગલમાં ગઈ. અને રજાનો પીછો કરવા લાગી. રાજાની સાથે તેમના કેટલાક સૈનિકો પણ હતા. પરંતુ ગઢ જંગલમાં રસ્તો ભૂલી જવાથી રાજા અને
તેમના સૈનિકો એક બીજાથી વિખુટા પડી ગયા. અને રજાનો પીછો કરવા લાગી. એટલામાં જંગલમાં કેટલાક શિકારી વનવાસીઓના ટોળાએ મહારાજને ઘેરી લીધા અને તેમને બંદી બનાવી લીધા.
બસ વાણીયાની દીકરી આજ ક્ષણની રાહ જોતી હતી. તેને પોતાની બહાદુરી બતાવી અને જંગલના વનવાસી પાસેથી રાજાને છોડાવી લીધા.
રાજાને તેની બહાદુરી જોઇને તો ખૂબ જ આનંદ થયો. તેને એ યુવાન બનીને આવેલી વાણીયાની દીકરીને પુરુષ સમજી પોતાના રાજમાં નોકરી આપી. સમય જતા એ વાણીયાની દીકરી એ પોતાના કામથી રાજાને ખુશ કર્યા. રાજાએ તેના કામની કદર કરી તેને પ્રધાન બનાવ્યા. હવે એક વખત રજા અને આ પુરુષના વેશમાં રહેલી વાણીયાની દીકરી બે નગરમાં અફરવા નીકળ્યા હતાં. પણ વાણીયાની દીકરી થોડી ઉદાસ હતી. કેમ કે છ મહીનાનો સમય થવા આવ્યો હતો. અને હજી વણવિન્ધ્ય મોટી મળ્યા નહતા.
પોતાના આ પ્રધાનને આમ ઉદાસ જોઈ રાજે પૂછ્યું, ‘તમે કેમ આમ ઉદાસ છો. પછી પ્રધાને કહ્યું, ‘મહારાજ મને મારા ઘરની યાદ આવે છે. મારા પિતાએ મને વણવિન્ધ્ય મોટી લાવવાની કસોટી આપી હતી. અને છ મહિનાનો સમય આપ્યો હતો. હવે આ સમય પૂરો થવા આવ્યો છે. પણ મને હજી વણવિન્ધ્યા મોતી મળ્યા જ નથી. આટલું સાંભળી રાજાએ કહ્યું. ‘તમે ચિંતા નાં કરો પ્રધાનજી તમે થોડા દિવસ તમારા ઘરે જઈ આવો. અને આપણા ખજાનામાં વણવિન્ધ્યા મોતી છે. તેમાંથી જેટલા જોઈએ લઈ જાવો. આ સાંભળી પ્રધાન બનેલી વાણીયાની દીકરી ખુશ થઇ ગઈ. રાજાએ તેને મોટા મોટા ઇનામ આપ્યા. અને તને જોઈતા વણવીંધાયા મોતી પણ આપ્યા અને પછી વિદાય આપી.
વાણીયાની દીકરી વણવિન્ધ્યા મોતી લઈ પોતાના ઘરે પાછી આવી. અને પોતાના પિતા વાણીયાને આપ્યા. વાણીયા એ એ મોટી રાજાને આપ્યા અને વાણીયાને ઘણું મોટું ઇનામ આપ્યું. એટલે જ તો કહ્યું છે, કે દીકરો હોય કે દીકરી બંને સમાન જ છે.