વાત નાની પણ મઝાની 1
વાત નાની પણ મઝાની 1


આજે તમારી સમક્ષ મારો એક જોએલો પ્રસંગ વ્યક્ત કરવા જઈ રહ્યો છું.
આજે જ્યારે શિક્ષણ જગતમાં અવનવી વ્યવસ્થાએ જન્મ લીધો છે ત્યારે એક વહેલી સવારનાં નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાની દેવી ને અપાયેલા "માન" પર મારી આંખો અને હૃદય ભીંજાઈ ગયું
વાત જાણે એમ હતી કે,
સવારે ઘરેથી ઓફિસ જતા રસ્તામાં એક નાનકડું ગામ આવે છે. ત્યાં એક શાળા (આપણે ત્યાં આધુનિકતાના સહારે શાળા ને સ્કૂલ તરીકે ઓળખીએ છીએ ) આવે છે. વહેલી સવારના પહોરમાં દરેક નાના નાના બાલુડાઓ પ્રાર્થના કરતા હતા અને આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે ખુલ્લા ચોગાનમાં રેતી - માટી ના ઢેફાં પર ખુલ્લા પગે ઉભા રહી શાંત ચિત્તે પ્રાર્થનામાં લીન હતા. એમને મન તો તેમની આ શાળા જ મંદિર સમાન હતી. આની સામે આપણે ત્યાં આપણી આધુનિક "સ્કૂલ" માં બૂટ / મોજડી માં સજ્જ એવા આપણે એકાદ બંધ હોલમાં કતાર બંધ ઉભા રહી કોઈક સીડી કે કેસેટ ની પ્રાર્થના {કે'તા ઘોંઘાટ} માં આંખ બંધ કરવાના ડોળ સાથે મસ્તી મજાક કરતા હોઈએ છીએ. આમાં વિદ્યા ની દેવી પ્રત્યે સાચા ભાવ થી પ્રાર્થના કેમ કરી થાય ? સાચી પ્રાર્થના તો આગળ જણાવ્યું તેમ ગામડાના બાલુડા ની...!!! તમને શું લાગે છે ?
વધુ માં,
પ્રાર્થના પછી દરેક બાલુડાં પોતપોતાના વર્ગખંડ તરફ ગયા અને બીજું આશ્ચર્ય !!! દરેક એ પોતપોતાના બુટ - ચંપલ વર્ગખંડની બહાર સરસ લાઈન બનાઈ ગોઢવી દીધાં. ટૂંકમાં વર્ગખંડને પણ મંદિર સમજી એની બહાર બુટ-ચંપલ ઉતારી અંદર વિદ્યા લેવા પ્રવેશ કર્યો. કેટલી સમજણ ??? આની સામે આપણે ત્યાં...!!! સરસ મજાના બુટ / મોજડી {તે પણ સરસ પોલિશ કરેલ} પહેરીને આપણા "કલાસ " માં જઈએ છીએ. એમાં પણ વળી બુટ / મોજડી બરાબર પોલિશ કરેલ ના હોય તો કંઈક સજા. આ બધી પ્રતિક્રિયાઓ માં આપણે વિદ્યા ની દેવી એવી સરસ્વતી માતાનું માન ક્યાં જાળવ્યું એ તો કહો ? આધુનિકતાની દોડ માં આપણા સંસ્કારોનું કદાચ ધોવાણ થાય છે તે ક્યાંક આપણને આવનારા દિવસોમાં મોંઘુ ના પડી જાય.
થોડુંક વિચારો અને તમારા મંતવ્યો મને જણાવો
મારાથી કંઈક ખોટું લખાઈ ગયું હોય કે તમારા કોઈની લાગણી દુભાઈ હોય તો હ્રદયપૂર્વકની માફી સહ...