Od Atul

Children Stories

4  

Od Atul

Children Stories

સસલાભાઈનો સ્માર્ટફોન

સસલાભાઈનો સ્માર્ટફોન

2 mins
333


એક મોટું જંગલ હતું. જેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. બધા પ્રાણીઓ નિયમિત રીતે પોતાનું રોજનું કામ કરતા હતા; જેમકે શિયાળભાઈ શિક્ષક, હાથીભાઈ ડોક્ટર, પોપટભાઈ પત્રકાર, વેપારી જીરાફભાઈ અને બીજા અન્ય પ્રાણીઓ પણ તેમના નોકરી - ધંધામાં વ્યસ્ત રહેતા હતા. અને તેમના બાળકો નિયમિત રૂપે શાળાએ જતા,પરંતુ સસલાભાઈ જ એવા હતા કે જે અઠવાડિયામાં એક-બે વાર જ શાળામાં જાય, ને જાય તો પણ તેમનો સ્માર્ટ ફોન તો લઈને જ જાય કેટલીક વાર તો તે શિક્ષક શિયાળભાઈની સામે જ સેલ્ફીઓ લેતો, ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો અને નખરા કરતો.  શિક્ષક શિયાળભાઈ કેટલીય વાર સમજાવતા પરંતુ સસલાભાઈથી સ્માર્ટફોનને દૂર કરી શક્યા નહીં.

આમ સસલાભાઈ તો સ્માર્ટફોનથી બધાને હેરાન કરવાની પ્રવૃત્તિમાં જ મંડ્યા રહેતા હતા. આખો દિવસ કોઈના પણ મજાક બનાવી ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અને સેલ્ફી મૂક્યા કરે. બધા જ પ્રાણીઓ અનેેે તેમના બાળકોઆ સસલાભાઈથી ખૂબ કંટાળ્યા. સસલાભાઈ તો તેના મમ્મી-પપ્પાનું પણ કહેવું ન માનતા. આમ સસલાભાઈનો સ્માર્ટફોન તેમનું જીવન બની ગયું હતું.

એક દિવસ સસલાભાઈ ઘરેથી સ્કૂલે જવું એવું કહીને પોતાનો સ્માર્ટફોન લઈને ફરવા નીકળી પડે છે. તે રોડ પર જ સેલ્ફીઓ અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દે છે. થોડા સમય પછી તેે વિડીયો બનાવવામા એટલા મશગુલ થઈ જાય છેેે કે પોતેે સાવ રોડની વચ્ચે આવી જાય છેે, અને ગાડીવાળો તેને તેને ટક્કર મારી દે છે. તે ઘાયલ થઈ જાય છે અને હાથ ભાગી જાય છે. આમ સ્માર્ટ ફોનમાં જ પોતાનો હાથ ગુમાવી દે છેેેે. અનેે પછી લોહીલુહાણ થયેલા સસલાભાઈ મદદ માટે પોકારે છે. મદદે કોઈ આવતું નથી, કારણકે તેણે વીતેલા સમયમાં બધાની સાથે દુર્વ્યવહાર કર્યા હતા. છતાં ડોક્ટર હાથીભાઈ તેને સારવાર આપી અને બહુ સમજાવે છેે, તેથી સસલાભાઈને આ સમજી બહુુ પસ્તાવો થાય છેે. અને તે સ્માર્ટ ફોનનો દુરુપયોગ ન કરવાનો સંકલ્પ કરે છે.આમ સ્માર્ટફોનનો એટલો પણ ઉપયોગ ના કરો કે તે નુકસાનકારક બની જાય. 

  • બોધઃ સ્માર્ટફોનનો ઉપયોગ કરો                           દુરુપયોગ નહીં


Rate this content
Log in