Tatixa Ravaliya

Drama


3  

Tatixa Ravaliya

Drama


શ્યામરંગ સમીપે ભાગ -11

શ્યામરંગ સમીપે ભાગ -11

4 mins 8 4 mins 8

(શ્યામ ખનકને તેનાં ફોયબાને મળાવવા માટે લઈને આવે છે. ફોઈબા અને ખનક વચ્ચેની એકાંતમાં થયેલી વાત બાદ ખનક નિરાશ અને રડમસ ચહેરે બહાર નીકળી શ્યામને મળ્યા વગર જ નીકળી જાય છે. )

આશંકા તો હતી જ કે આવું કશુંક બનશે. .એટલે તો ખનકને શ્યામએ અગાવથી જ સાવચેત કરીને ફોઈબાના સ્વભાવથી પરિચિત કરી હતી કે તે વાંકુચુકું કશું તો બોલશે પણ મન પર ન લેવુંછતાંપણ એવું તો શું થયું કે ખનક આટલી હતાશ થઈ ગઈ અને મને મળ્યાં વગર જ. .મળવાનું તો દૂર મારી સામે જોયાં વગર જ નીકળી ગઈ.

નક્કી કંઈક વધુ પડતું જ થઈ ગયું હોવું જોઈએ. નહીંતર એમ કંઈ ખનક એવા નબળાં કે પોચા મનની ન હતી. .આમ તો તે હતી આવી. પરંતુ આજે એવી નહતી રહી. પરિસ્થિતિ, સમય અને સમાજે સાથે મળીને તેને બરાબર ઘડી હતી. આજે તે એક મજબૂત મનોબળ ધરાવતી હતી. શ્યામ તરત જ બહાર નીકળ્યો પણ ત્યાં સુધીમાં તો ખનક નીકળી ચુકી હતી. શ્યામએ તરત જ કોલ લગાવ્યો પણ તે ન ઉપડ્યો.

આવી પરિસ્થિતિમાં વ્યક્તિ બેબાકળો બની જ જતો હોય છે અને તેમાં પણ વાત પ્રેમની, જીવનસાથીની અને તેને લઈને થનારા સંબંધની હોઈ ત્યારે તો પરિવારની પણ વિરુદ્ધ થવામાં પણ ખચકાટ ન અનુભવાય.

આજની યુવાપેઢી ઘણી વખત પ્રેમને પામવા માટે પરિવારની વિરુદ્ધ થઈ જતી હોઈ છે. આવે વખતે અભાવ હોઈ છે સમજણનો, સમજાવટનો. પ્રેમને પામવા માટે વર્ષોના પ્રેમને ઠોકર મારીને નીકળી જવું એ વાત કેટલાં અંશે યોગ્ય ?? જે પ્રેમની ગણતરી માત્ર ગણતરીના વર્ષોની હોઈ છે. ઘણીવાર તો મહીનાઓની જ અને અમુક વખતે તો માત્ર દિવસોની. .

આ પ્રેમ મળ્યાં પૂર્વે કરેલાં પ્રેમનું શું?? એ પ્રેમનું શું જેણે કોઈ જ સ્વાર્થ વગર અઢળક પ્રેમ લૂંટાવ્યો. મમતા મહીં એક નદી નહીં પણ દરિયો વહેડાવી દીધો. જેને પોતાના શોખ, સપનાં તમારાં માટે માળીયા પર ચડાવી દીધાં છે. એનાં પર ધૂળ ચડી ગઈ છે એ પણ ખબર નથી.

પરંતુ અહીંયા શ્યામ અને ખનક એવાં પાત્રો છે કે જે બધાને દૂર કરીને કે દૂર જઈને નહિ પરંતુ સાથે રાખીને પ્રેમને પામવા મથી રહ્યાં છે. શ્યામએ ઉતાવળ ન કરતાં ખનકને એકાંત માટે સમય આપ્યો. સમય એક એવો મલમ છે કે જે ઊંડા ઘા ને પણ ભરી દે છે.

ત્યારે તો ખનકનો ફોન ન ઉપડ્યો. ફરી શ્યામએ કર્યો પણ નહીં. આમ કંઈ સંબંધ બન્યાં પહેલા જ તૂટી જવાનો નથી એ પણ બંને જાણતાં હતાં. એવો કોઈ ડર હવે રહ્યો ન હતો. આટલાં સમય એકબીજાથી દૂર રહીને પણ જાળવી રહ્યો હતો તો હવે તો નિકટતા વધુ સમીપ હતી.

બીજા દિવસે ખનકની પાસે શ્યામ પહોંચ્યો ત્યારે ખનક પોતાની ડાયરીમાં કશુંક લખતી હતી અને આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. શ્યામને તેની આંખો સામે જોતાં જ ખ્યાલ આવી ચુક્યો કે ખનક આખી રાત સૂતી ન હતી અને લાલ આંખો રાતભર રડયાનો અંદેશો આપી રહી હતી.

શ્યામ ખનકની પાસે પહોંચી અને વ્હાલથી તેના પર હાથ ફેરવી તેને પોતાના બાહોપાશમાં સમાવી લીધી. ખનકની આંખમાંથી વધુ વેદના બહાર નીકળવા લાગી. .ડૂસકાં બંધ થવાનું નામ ન લેતાં હતાં. ખનક અને શ્યામ વચ્ચે શબ્દોની કોઈ આપ લે થતી ન હતી મૌન. .સાવ મૌન ધારણ કર્યું હતું. .પણ આ મૌનની પણ અલગ જ પરિભાષા હોઈ છે તે આજે સમજાતું હતું.

ખનક હજુ પણ શાંત થઈ ન હતી. શ્યામ તેને શાંત થવાનું પણ કહી નહોતો રહ્યો તે માત્ર તેનાં માથાં પર અને પીઠ પર વ્હાલ અને સાંત્વનના મિશ્રણથી નાજુક થપકી આપી રહ્યો હતો. ખનક શ્યામનાં હૃદયમાં થતાં સ્પંદન પર કાન રાખી શાંત થવા પ્રયત્ન કરી રહી હતી.

આ પહેલાં જ્યારે ખનક સાથે શ્યામ ન હતો ત્યારે તે આ રીતે ક્યારેય પણ રડી નહતી જ્યારે આજ શ્યામનો સાથ હોવાં છતાં તેની લાગણીઓ વહેતી બંધ જ ન થતી હતી.

થોડીવાર પછી ખનકે પોતાની જાતને સંભાળી અને રડવાનું બંધ કરી શ્યામથી અળગી થઈ. દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા આજે ખનકને શ્યામની બાહોમાં મળી હતી. જ્યાં તેને લાગ્યું કે બસ,જો હું અહીંયા છું તો મને કોઈ તકલીફ નથી.

તેણે શ્યામને થેંક્સ કહ્યું. .શ્યામને આ આભારનું કોઈ કારણ ન સમજાયું પણ તેણે પૂછ્યું પણ નહીં, અમુક વખતે કારણ ન પૂછવાનું પણ કારણ હોઈ છે.

હવે ખનક શાંત હતી. શ્યામએ તેને પાણી પીવડાવ્યું અને પછી તેની બરાબર સામે તેનાં બંને હાથ પોતાના હાથમાં લઈને બેઠો. કશોજ પ્રશ્ન તેણે પૂછ્યો ન હતો હજુસુધી ખનકને. તે વિચારતો હતો કે ખનક તેની તકલીફ હું પૂછું ત્યારે નહિ સામેથી જ મને કહેશે આટલો તો વિશ્વાસ કાયમ હતો.

ખનકે ગઈકાલે પોતાની અને ફોઈબા વચ્ચે બનેલી તમામ વાત કોઈ પણ ખચકાટ વગર કહી. શ્યામને વાત સાંભળતાં જ ફોયબા પર ખુબજ ગુસ્સો આવ્યો પણ તે તેને ખનક સામે જાહેર ન કર્યો.

શ્યામએ ખનકને તૈયારી કરવા કહ્યું અને એક ફોનકોલ્સ કર્યો અને સામેના પક્ષની સહમતી માંગી. .સામેથી જવાબ હા મળતાં સાંજે આવું છું તૈયારીઓ રાખજો. .કહી ફોન રાખી દીધો.

કોણ હશે સામેના પક્ષે અને શ્યામએ શું નિર્ણય કર્યો હશે? જાણવા માટે વાંચતા રહો શ્યામ રંગ સમીપે ભાગ - 12


Rate this content
Log in

More gujarati story from Tatixa Ravaliya

Similar gujarati story from Drama