શિક્ષકોનો આભાર
શિક્ષકોનો આભાર


નમસ્કાર મિત્રો,
હું, વૈભવ પઢિયાર, આજે ૬ સપ્ટેમ્બર રવિવાર છે, વાત કરીએ ગઈકાલના વિશેષ દિવસની...
સૌપ્રથમ આપને જણાવીએ કે ગઈકાલે, ૫ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ ઉજવ્યો. પણ અફસોસ કે આ વખતે બાળકોને શિક્ષક બનવાનો મોકો ન મળ્યો.
વાત કરું મારી શાળાની, ગોળીયા વખા પ્રાથમિક શાળા નામ સાંભળતાં જ મન જુની યાદોમાં ખોવાઇ જાય. હું પાંચમા ધોરણમાં ભણતો એ વખતે તાસ ન આવતા એક જ શિક્ષક બધા જ વિષયો ભણાવે. હવે જેવો સપ્ટેમ્બર મહિનો આવે એટલે પ્રાર્થનાસભામાં વાતો થાય કે જેને શિક્ષક દિવસ નિમિત્તે ભાગ લેવો હોય તે આગળ આવે. જેવો હું જાઉં એટલે શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ સાહેબ મને કે વૈભવ તારે પાંચમા ધોરણના શિક્ષક બનવાનું, મને મનમાં થોડો ખચકાટ થાય પણ પછી સાહેબ ખભા પર હાથ મુકે એટલે બધી જ ચિંતાનો અંત આવી જાય.
હવે, શિક્ષક દિવસે સાંજે અનુભવ વિશે વાત કરવાની હોય ત્યારે છોકરાઓના અનુભવ વિશે જાણીએ ત્યારે તો એમ થાય કે હવે તો બસ જીવનમાં મોટા થઈ ને શિક્ષક જ બનવું છે. પણ વડીલોના આશીર્વાદ અને મારા શિક્ષકોએ મારી પાછળ કરેલા કઠોર પરિશ્રમ ને લીધે આજે બનાસ મેડિકલ કોલેજમાં એમ. બી. બી. એસ.માં અભ્યાસ કરી રહ્યો છું.
તમામ શિક્ષકોનો દિલ થી આભાર.