રોડો
રોડો
1 min
966
વરદ આજે ખુશખુશાલ હતો. અંતે મદન નામનો રોડો વચ્ચેથી ગયો. ભલે ને તે સિઈઓ બન્યો. પણ પ્રમોશનનો લેટર જોતા જ નક્કી કરી નાખ્યું. આજે તો ઐધ પ્રિયાના પપ્પા હરકિશન ભટ્ટને મળી જ લેવું છે.
હું વરદ ત્રિવેદી કે.કે.શાહ કંપનીનો જનરલમેનેજર. બસ પછી... અને દાદર નીચે ઉતરતાજ મદન પંડ્યાની ગાડી સામે આવી ગયો. અને વરદની વિચારમાળા અને મદન પંડ્યાની ગાડીની બ્રેક સાથે લાગી. મદન લગભગ રાડ પાડી બોલી ઉઠ્યો એ ત્રિવેદી ..આજે રોડોના બનતો ભાઈ. હરકિશન ભટ્ટ સાથે અપોઈનમેન્ટ છે આજે આપણી. પ્રમોશન થઈ ગયું. હવે તને પણ અભિનંદન.
