પરિશ્રમ એજ પારસમણી
પરિશ્રમ એજ પારસમણી


આપણે સૌ જાણીએ છીએ કે "પરિશ્રમ એજ પારસમણી છે." તો એવા જ પરિશ્રમ અને પારસમણી રૂપ કહી શકાય એવા અર્જુનને જીવનમાં કેવા પરીશ્રમો કરવા પડ્યા અને ત્યારપછી તેણે કેવી સફળતા મેળવી એના વિશે જોઈએ. અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હતો તેમણે ધનુર્વિદ્યા તેમના ગુરુ દ્રોણ પાસેથી શીખી હતી.
તે દિવસે-દિવસે ધનુર્વિદ્યા શીખતો હતો. એક દિવસ તે રાત્રિના અંધકારમાં ભોજન ગ્રહણ કરતો હતો ત્યારે તેમના મનમાં વિચાર આવે છે કે હું રાત્રિના અંધકારમાં ભોજન ગ્રહણ કરું છું, છતાં કોળિયો તો મોમાં જ જાય છે અને જમવામાં મને કોઈજ પ્રકારની તકલીફ પડતી નથી તો હું શા માટે રાત્રે ધનુર્વિદ્યા ન શીખું? આથી તે રાત્રિના સમયે પણ ધનુર્વિદ્યા શીખે છે. આથી જ તો કહેવાયું છે કે "નબળા મનના માનવીને રસ્તો નથી જડતો જયારે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો." ધીમે-ધીમે અર્જુન ધનુર્વિદ્યામાં પારંગત થઈ જાય છે. અને બાણાવાળી અર્જુન તરીકે ઓળખાવા લાગે છે. એકવાર દ્રુપદ રાજા પોતાના રાજ્યમાં પોતાની પુત્રી દ્રોપદીનો સ્વયંવરનો પ્રસંગ રાખે છે. સ્વયંવરમાં શરત અ રાખે છે કે, જમીન પર પાણીનો કુંડ રાખવામાં આવે છે તેના બરાબર ઉપરના ભાગે એક ફરતી માછલી હોય છે જે વીર યુધ્ધો હોય તે ફરતી માછલીની આંખ પાણીમાં જોઈને વીંધી આપે એમને પોતાની દીકરી દ્રોપદી વરમાળા પહેરાવશે. આ સમાચાર સુગંધની માફક બધીજ જગ્યા ફેલાય જય છે. દેશ-વિદેશથી અનેક રાજાઓ, સમ્રાટો, બ્રાહ્મણો અને કૃષ્ણ સ્વયંવરમાં પધારે છે. જેમાં કૌરવો અને પાંડવો પણ ઉપસ્થિત થાય છે ભગવાન શ્રીકૃષ્ણ પણ હાજર હોય છે. દરેક રાજાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરેલું છે. બીજી બાજુ દ્રોપદી શોળે શણગાર સજીને હાથમાં વરમાળા રાખીને ઉત્સુકતાવશ બેઠા છે.
એક પછી એક રાજા આવે છે ધનુષ પર પણશ પણ નથી ચઢાવી શકતા પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે પછી સફળતા ન મળતા વિલા મોઢે જતા રહે છે. હવે થોડીવાર પછી કર્ણ ઉભો થાય છે. ધનુષ હાથમાં લે છે પ્રયત્નપૂર્વક પણશ ચઢાવે છે, પણશ ચડી જાય છે. ભરી સભામાં હાહાકાર મચી જાય છે. હાથમાં તીર લઈને જ્યાં માછલી સામે તાકવા જાય છે ત્યાં દ્રૌપદીથી રહી શકાતું નથી તે ઉભી થઈ જાય છે, અને કહે છે કે થોભી જાવ સમગ્ર સમ્રાટો, ક્ષત્રિય રાજાઓ બ્રાહ્મણો હું કઈક કહેવા માંગું છુ, હું એક સુતપુત્રની સાથે વિવાહ કરવાનો ઇન્કાર કરું છું. આ સાંભળીને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ કર્ણની થઈ જાય છે. આખી સભામાં સુનકાર છવાય જાય છે, લથડતા પગે કર્ણ બાણને પોતાની જગ્યા પર મૂકી દે છે. મુખ પર નિરાશા છવાય જાય છે. એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે છે, સભામાંથી એક રાજા ઉભા થાય છે ગુસ્સા સાથે ઊંચા અવાજમાં કહે છે કે મહારાજા દ્રુપદ તમે અમારા મિત્ર સમાન
કર્ણનું અપમાન કરો છો કર્ણ તો અંગદેશનો રાજા છે અને દરેક રાજા સ્વયંવરમાં ભાગ લઈ શકે છે. ત્યારે કર્ણ બોલે છે નહી મિત્ર વિવાહનો એક અર્થ એકબીજાની સહમતી પણ છે. આમાં દ્રોપદીની સહમતી નથી તેથી હું સ્વયંવરમાં ભાગ નહી લઉં. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થાય છે અને કહે છે કે, હું વીર કર્ણની પ્રશંશા કરું છું "શાસ્ત્ર પણ વિવાહમાં પહેલા સ્ત્રીની સહમતીને જ માને છે." આ સાંભળી દ્રૌપદી ખુશ થઇ જાય છે.
ફરીવાર સ્વયંવર માટે એક પછી એક રાજા આવવા લાગે છે. કોઈ ધનુષને સહેજ હલાવી પણ શકતા નથી. અનેક પ્રયત્નો કરવા જતા નીચે ગબડી જાય છે. ભરી સભામાં હાંસીને પાત્ર બને છે. ભરી સભામાં હાંસી થતી જોઇને દ્રુપદ રાજાથી રહી શકાતું નથી તે ઊભા થાય છે અને કહેવા લાગે છે કે હું જોઈ રહ્યો છું કે દેશ-વિદેશથી મહાન રાજાઓ પધાર્યા છો પણ અત્યાર સુધી એક પણ વીર રાજા એવો નથી આવ્યો જે મારી પુત્રી માટે યોગ્ય હોય. ત્યાં જ તેમના પત્ની બોલી ઉઠે છે કે શાંત થાવ મહારાજ અધીરા ના થાવ દેવની ઈચ્છા પર ભરોસો રાખો સૌ સારા વાના થશે.
આટલું સાંભળીને સાદા વસ્ત્રો ધારણ કરેલ પાંડવો સામે શ્રી કૃષ્ણ નજર કરે છે અને એમાં અર્જુન સામે ઈશારો કરીને તેમને જવા માટે જણાવે છે.
અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતાં હોય એમ તેમની સામે માથું નમાવીને ઉભા થાય છે. અર્જુનને જોઇને લોકો કહેવા લાગે છે કે, લાગે છે તો બ્રામ્હણ પુત્ર સાથે દૃઢ મનોબળ પણ છે, ત્યારે સભામાં બેઠેલા ગુરુજનો કહે છે કે હે પુત્ર ! તમે દ્રુપદ રાજાની ઈચ્છા પૂરી કરો. અર્જુન આટલું સાંભળીને ધનુષને પ્રણામ કરે છે અને બે હાથ જોડીને પ્રદક્ષિણા કરે છે. અર્જુનને પ્રદક્ષિણા કરતો જોઇને દ્રોપદીની સખીઓ કહે છે કે જુઓ તો ખરા આ બ્રાહ્મણ પુત્રમાં કેટલું તેજ છે મને તો લાગે છે કે, જીત તો આ બ્રામ્હણ પુત્રની જ થવાની છે. આ સાંભળીને દ્રોપદી અર્જુનની સામે જોઇને હરખાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પાસે બેઠેલા બળદેવ કૃષ્ણને કહે છે કે, ભાઈ કોઈ સમ્રાટથી આ કાર્ય ન થયું તે આ બ્રામ્હણ પુત્રથી થશે ત્યારે કૃષ્ણ કહે છે કે, ભાઈ તે અર્જુન છે તમે જુઓ અર્જુન તણખલાની તોલે બાણને સેકન્ડમાં ઊંચકી લે છે અને પળવારમાં તો ધનુષ્યની દોરી બાંધી દે છે ત્યાં તો આખી સભા ના રાજાઓ, સમ્રાટો, બ્રાહ્મણો બધાજ ઊભા થઈને જય જયકાર બોલાવવા લાગે છે. દ્રુપદ રાજાની આંખો હર્ષથી ભીની થઈ જાય છે. અર્જુન દ્રોપદી સામે જુવે છે, કૃષ્ણ સામે જુવે છે. કૃષ્ણ હકારમાં માથું ધુણાવે છે. અર્જુન માછલી સામે જોઇને નિશાન તાકે છે, અને એક તીરે જ માછલીની આંખ વીંધી નાખે છે એ સાથે જ આખી સભા જય હો, બ્રાહ્મણ કુમાંરકી જય હો ના જય જયકાર થવા લાગે છે. આમ અંતમાં તો અર્જુનનો વિજય થાય છે.