ફરક પડે છે ?
ફરક પડે છે ?
1 min
129
શું ફરક પડે છે ?
તારા જ તરફ આગળ વધવાના છે
મારા કદમ,
થાકેલા હોય કે થરકતા
શું ફરક પડે છે ?
તારા જ માટે નીકળવાના છે
મારા આંસુ,
રડેલા હોય કે હરખેલા
શું ફરક પડે છે ?
તારા જ માટે મન આખીય
દિન રાત રાહ જોશે,
એ તારા આવવાની હોય
કે
તારાથી દુર મારા શ્વાસ જવાની
શું ફરક પડે છે ?
