RITA PARMAR

Children Stories

4.8  

RITA PARMAR

Children Stories

મહાવંશી કુંવરી

મહાવંશી કુંવરી

3 mins
235


એક ગુજરાત રાજ્ય હતું. તેમાં એક રાજા રાજ્ય કરતા હતા. તે રાજાનું નામ ચંદ્રેશ રાજા હતું. તે રાજા સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. ચંદ્રેશ રાજાની પત્નીનું નામ મહારાણી પ્રિયલાદેવી હતું. તેમને એક પુત્રી હતી તેનું નામ મહાવંશી કુંવરી હતું. તે પોતે બાર વર્ષની હતી અને બધાની લાડકી પણ હતી. તે પોતે ખૂબ નાની હતી પણ મનની સાચી હતી. તે પોતે ભણવામાં ખૂબ હોશિયાર હતી. તે સ્વચ્છતાની ચુસ્ત આગ્રહી હતી અને નગર સફાઈમાં પણ તે જોડાતી.

મહાવંશી કુંવરી ને એક ગુરુ હતા. તેમનું નામ ભવિષ્ય ગુરુ હતું. તે ગુરુના વચન જીવનમાં ઉતારતી પિતા ચંદ્રેશ રાજા તે પણ પ્રજાની સાચવતા પોતે ન ખાય પણ પ્રજાને ખવડાવતા તેવા લોકપ્રિય હતા. મહારાણી પણ તેવાજ લોકપ્રિય હતા અને તેવાજ સંસ્કાર મહાવંશી કુંવરીમાં પણ હતા. ગુરુનું આપેલ જ્ઞાન પોતે ધ્યાનથી સાંભળી મગજમાં ઊતરતી. જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરતી. આ રીતે મહાવંશી કુંવરી આમ કરતા કરતા પોતે પંદર વર્ષની થઈ અને તે પ્રજા સાથે હળીમળીને રહેતી.

તે ક્યારેય ખોટું ન બોલતી તેની એક સખી હતી. તેનું નામ કુંભની હતું. કુંભનીના પિતાનું નામ દુખેશ હતું અને માતાનું નામ કરીલા હતું. તે સાવ ગરીબ હતા પણ દુઃખી ન હતા કારણ કે રાજા બધાની મદદ કરતા તેથી સહુ મહેલમાં સુખી હતા. મહાવંશી કુંવરી અને કુંભની આ બે સખી રોજ સાથે રમે, ફરે અને સાથે બેસીને ખાય પણ, કુંભની એ તો ગરીબ ઘરની દીકરી હતી તેથી તે સાથે જ્ઞાન પ્રાપ્ત નહોતી કરી શકતી.

એક દિવસની આ વાત છે. મહાવંશી કુંવરી કુંભનીના ઘરે આવી. કુંભની બેસવા માટે તૂટેલ ખાટલો આપ્યો. મહાવંશીએ નજર ફેરવી તો ઝૂંપડી પણ વિખાઈ ગયેલ હતી, એક માટલું હતું તે પણ તૂટેલું હતું. ઝૂંપડીમાં કચરો પણ ખૂબ હતો. મહાવંશી ના મનમાં ખૂબ વિચાર આવવા લાગ્યા. પણ પોતે શું કહે ? કુંભની મહાવંશીના પકડીને રડવા લાગી મહાવંશી બોલી, 'કુંભની તું કેમ રડે છે ?' કુંભની બોલી, 'તો હું શું કરું ?' 'કુંભની તું રડીશ નહીં. હું તારી મદદ કરીશ.' કુંભની બોલી, 'મહાવંશી કુંવરી મારે પણ તારી સાથે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે પણ તારી જેમ ભણવું છે, પણ મારા પિતાજી કહે છે કે આપણને ભણવાનો અધિકાર નથી.' તેમ કહી તે દોટ મૂકી રડતી રડતી તેના માતા-પિતા પાસે ગઇ. મહાવંશી કુંવરી પણ તેની સખીનું દુઃખ જોઈ નહોતી શકતી. તેથી તે પોતાના પ્રિય ઘોડા પર બેસી મહેલમાં ચાલી.

મહાવંશીએ બધી ઘટના તેના પિતાને કહી .ચંદ્રેશ રાજા બોલ્યા 'દીકરી મહાવંશી તું એક રાજાની દીકરી છે અને તે એક ગરીબ ઘરની દીકરી છે પણ દીકરી હું તારી વાત સ્વીકારશ તો તારે પણ મારી એક વાત સ્વીકારવી પડશે.' 'ભલે, પિતાજી.' 'પછી ના નહીં પાડે ને ?' 'સારુ પિતાજી' રાજાએ બીજા દિવસે પ્રજાને અને બધાજ લોકોને બોલાવ્યા. રાજાએ જાહેરાત કરી કે હવેથી આપણા રાજ્યની બધી દીકરીઓ અને દીકરાઓ ભણશે અને સ્વચ્છતાના પાઠ પણ શીખશે. રાજાએ બીજી જાહેરાત કરી આવતા મહિનાની અંદર મારી પુત્રી મહવંશીના લગ્ન હશે.

પછી રાજાએ પોતાની દીકરીને વાત કરી મહાવંશીએ પિતાજીને કહ્યું,' પિતાશ્રી મારી એક શરત છે કે હું રાજકુમારને રૂપથી નહીં પણ મનથી ઓળખીશ.' રાજા બોલ્યા 'ખુબ સરસ બેટા.' પછી રાજાએ પ્રજાને બીજી વાત કરી કે રાજકુમારને આ રાજ્યની ગાદી સોંપીને હું પોતાનો મહેલ છોડીને જંગલમાં જઈને પર્યાવરણ વચ્ચે રહીને સાદું જીવન જીવીશ.

ત્યારથી બધાજ બાળકો શાળાએ જવા લાગ્યા. પછી બીજા મહિનામાં દીકરી મહાવંશીનાં લગ્ન એક મહાવર્ધક નામના યુવાન સાથે થયા અને બીજા દિવસે મહાવર્ધક નો રાજ્યાભિષેક થયો. થોડા સમય પછી ચંદ્રેશ રાજા પોતાનો મહેલ છોડીને જંગલમાં જઈને પર્યાવરણ વચ્ચે રહીને સાદુ જીવન જીવવા લાગ્યા. અહીં આ બાજુ મહેલમાં મહાવંશી અને મહાવર્ધક પણ સારી રીતે પોતાની પ્રજાની સેવા કરવા લાગ્યા. મહારાણી મહાવંશીએ પોતાની પ્રજાને અલગથી જીવન શિક્ષણ આપવાનું શરૂ કર્યું. રાજા મહાવર્ધક પણ રાજ્ય વહીવટ માટે સામાન્ય માણસને બોલાવે અને બુદ્ધિ કસોટી કરીને પ્રધાનમંડળ બનાવ્યું. જેમાં દરેક વ્યક્તિને ભાગીદાર બનાવ્યા. આમ મહારાણી મહાવંશી પોતાના પતિની મદદથી પ્રજાને ખુશ રાખવા લાગી.


Rate this content
Log in