divya dedhia

Others

4.0  

divya dedhia

Others

મારા પિતા

મારા પિતા

1 min
172


​મારે મન ભગવાન !એજ મારા પિતા,મારા ઘરે ભગવાન !એજ મારા પિતા,


પા પા પગલી કરાવી આંગળી પકડી,

આપીને સંસ્કાર દાન એ જ મારા પિતા,


નામ સાંભળ્યું ઈશનું સર્જનહાર છે,

સમજણે થયું ભાન એજ મારા પિતા,


લાડ લડાવી મુજને સાથે આપી શીખ,

મમ હ્રદયે એ સ્થાન એજ મારા પિતા,


મળજો આવતા ભવે માંગું હું એટલું,

‘દિવ્ય’ જીવનની શાન એજ મારા પિતા.


Rate this content
Log in

More gujarati story from divya dedhia