STORYMIRROR

modi Hardik

Children Stories

3  

modi Hardik

Children Stories

કોને મદદ કરવી

કોને મદદ કરવી

2 mins
383

એક વાર એક જંગલમાં શેરના બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. ત્યાંથી એક ગાય પસાર થઈ ગાયએ શેરના બાળકને જોઈને વિચાર્યું કે હું તો ગાય માતા છું અને તેને શેરના બાળકોને દૂધ પીવડાવ્યું. શેર અને શેરની શિકારની શોધમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા તેને ગાયને ત્યાં જોઈને તેને શિકાર મળી ગયો એવું વિચારવા લાગ્યા. શેરએ જેમ જ ગાયને શિકાર બનાવવા આગળ વધ્યા. તો શેરના બાળકો આ બધું જોઈ રહ્યા હતા તેને કીધું, ના ના... એ ગાયમાતાનો શિકાર ન કરવું, જો આ ગાય ન હોત તો અમે ભૂખથી મરી જતા હતા તેને અમે દૂધ પીવડાવીને અમારી જાન બચાવી છે. ત્યારે શેર અને શેરની બન્ને એ ગાયનો આભાર માનતા કહ્યું કે હવે તમે આજથી આ જંગલમાં કે કયાં પણ નિરાંતે ફરી શકો છો હવે તમારો શિકાર કોઈ ન કરશે. આ બધી ઘટના ઉપર એક બાજ જોઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં પણ દયાની ભાવના આવી. તે ઊડતા ઊડતા એક નદી કાંઠેથી પસાર થઈ રહ્યું હતું કે તેને જોયું કે એક ઉંદરના બાળકો પાણીમાં પડ્યા હતા.

બાજ તરત નીચે આવીને તેને પાણીથી કાઢ્યું અને તેને કાંઠે લાવ્યો. ઉંદરના બચકાઓ ઠંડથી કાંપી રહ્યા હતા બાજએ તેમના પંખ પથારીને તેમની ઉપર બેસી ગયા હવે બાજએ જોયું કે ઉંદરના બાળકો હવે શાંત થઈ ગયા છે. તેને ઠંડ પણ નથી લાગી રહી તો તે ઊડી ગયો. પછી તેને થોડો દુખાવો થયું કારણકે ઉંદરના બાળકોએ તેમના પંખ કુતરી લીધા હતા. તેને આ વાત ગાયને આવીને જણાવી તો ગાયએ કીધું કે ઉંદરાઓની મદદ કરશો તો આવું જ થશે. તેથી શેરની મદદ કરો.


Rate this content
Log in