જિંદગીની અનોખાઈ
જિંદગીની અનોખાઈ


જીંદગી પણ અનોખી છે. જેના ખોળે જન્મ લીધો તે માઁ બાપ, દુનિયામાં કહેવાય છે કે માઁ બાપ થી મોટુ કોઈ નથી હોતું.
મારો જન્મ 2001 માં એક સુંદર પરિવારમાં થયો. જ્યાં ડૉક્ટર નો હાથ લગાવતા તરત મારાં પપ્પા મને ઉંચકી . પરિવારમાં સૌથી નાની હતી એટલે એટલી જ લાડકવાયી પણ છું અને એમાં પણ ભાઈ મળ્યો 11 વર્ષ મોટો . એ કહેવાથી તો મારાં મોટા પપ્પાનો છોકરો હતો પરંતુ અમે ક્યારેય એને સગા ભાઈથી ઓછો નથી સમજ્યો અને એમાં પણ તેણે 2વર્ષ ની ઉંમર માં તેના માતા પિતા ખોઇ બેઠો'તો એટલે એને અમે ભાઈ જ સમજતા, પરંતુ 2015 માં મારી જીંદગી એ કંઈક અલગ વળાંક લઇ લીધો .
ઘરમાં એક દુર્ઘટના ઘટાઇ . મેં તારીખ 9 અને 8:30 વાગ્યે મારાં પપ્પા ની ડેડ બોડી જોઇ , હતા તો એ મારાં જ પપ્પા પણ હવે ફક્ત ખાલી બોડી હતી પરંતુ તેમાં જીવ ન હતો. જીંદગી ની આ દુર્ઘટના એ મારી ઝીંદગી પલટી ના ખી અને આમ, મારી ઝીંદગીની શરૂઆત થઇ ત્યારે જ મારાં પપ્પાની જિંદગીનો અંત. એવુ ન હતું કે મેં મારી ઝીંદગીમાં ક્યારેય કોઈ ડેડ બોડી ન'તી જોઈ . હા મારાં પપ્પા ના મૃત્યુ પહેલા હું મારાં દાદા ને ખોઈ બેઠી' તી પરંતુ કહેવાય છે ને કે બાપ એ બાપ હોય છે ભલે ગમે તેવા હોય સારા કે ખરાબ , અમીર કે ગરીબ અને એમાં પણ મારાં પપ્પા એવા કે જો હું રમવા પણ જવું તો જોબથી છૂટી સીધા મને મળવા આવતા પણ જિંદગી જેમ આગળ વધે એમ વધવું પડે સમય બદલાઇ જાય છે. પરંતુ યાદો નથી બદલાતી અને આ અનુભવ મને મારાં પપ્પા એ કરાવ્યો .
મિસ યુ પપ્પા, બસ ખાલી એક જ વાત કહીશ તમે મને નાનપણ થી જ કહેતા હતા ને કે બેટા તારે જે ભણવું હશે તે ભણાવીશ તારે જે શોખ હશે તે પુરા કરીશ પણ હવે એક વાત કહીશ બસ તમારા આશીર્વાદથી ઘણી આગળ છું આજે, અને કદાચ તમે હોત તો ગર્વ કરતા હોત મારી પર , તમારી લાડકવાયી થોડા વર્ષો પછી ફક્ત સાઈની નઈ પરંતુ ડૉ.સાઈની કહેવાશે અને હા, મમ્મીની ચિંતા ના કરતા હું એને બહું જ સાચવીશ, હંમેશા તમને યાદ કરવાવાળી તમારી નાની લાડકવાયી .