બુદ્ધિશાળી તારો
બુદ્ધિશાળી તારો

1 min

116
એક તારો હતો તે ખૂબ જ બુદ્ધિશાળી હતો. એકવાર એક મૂર્ખ તારાએ બુદ્ધિશાળી તારા ને પૂછ્યું "આપણે કેટલા મિત્રો છીએ"? તુ તો બુદ્ધિશાળી છે ને મને સરવાળો કરી બતાવ . બુદ્ધિશાળી તારા એ કહ્યું એક દિવસ દે હું સરવાળો કરી બતાવીશ . મૂર્ખ તારા એ કહ્યું કાલે આપણે અહીંયા જ મળીશું બુદ્ધિશાળી તારો યુક્તિ વિચારવા લાગ્યો, અચાનક તે મનમાં હસવા લાગ્યો . બીજે દિવસે તે બંને મિત્રો એ જ જગ્યાએ મળ્યા . મૂર્ખ તારા એ કહ્યું આપણે કેટલા મિત્રો છીએ ? બુદ્ધિશાળી તારા એ જવાબ આપ્યો આપણે સોળ લાખ તારાઓ છીએ, આનાથી ઓછા હોય તો અત્યારે તારાઓ વાદળની પાછળ સંતાયા હશે અને વધારે હોય તો હું ગણતરી કરવા ગયો ત્યારે તે સંતાયા હશે. મૂર્ખ તારો કઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો.