STORYMIRROR

Hardika Gadhvi

Children Stories Fantasy

4  

Hardika Gadhvi

Children Stories Fantasy

બાળપણનું મરણ

બાળપણનું મરણ

2 mins
349

મનન નિશાળેથી આવી, હાથ ધોઈ ને જમના બેઠો. જમીને તરત જ શેરડીના રસની દુકાને ગયો. રમતિયાળ, આનંદી, મનન શાળામાં અવલ્લ નંબર જ આવે. શિક્ષકોનો લાડકો. ધોરણ સાતમાં પ્રથમ. પહેલો નંબર આવતાં શિલ્ડ અને શિષ્યવૃત્તિ મળી. બધાં એ અભિનંદન આપ્યા !  પણ, મનનના ચહેરા પર જરાય આનંદ દેખાતો ન હતો. કારણ... તેની જવાબદારી. 

મનનને એક બેન અને એક માતાની જવાબદારી હતી. પિતા ત્રણ વરસ પહેલાં યુદ્ધમાં શહિદ થઈ ગયા હતા. મનનનું બાળપણ ડુસકાં લેતું હતું. ત્યાં બહેન સંસ્કૃતિના ૨૧ વરસની થતાં જ લગ્ન લેવાયાં. સાત ખોટના દિકરા પર પુરુષ હોવાની પીઢતા આવી બાળપણ પીઢ બન્યું. 

રમત રમવાના સમયે, સમાજની રમતે મનનના જીવનમાં પ્રવેશ કર્યો. માતા અંધ અને બહેનનું આણું વાળવાનું બાકી હતું. પરિસ્થિતિ નાની ઉંમરે ઘર ચલાવવાની આવી, માત્ર પેટનો ખાડો પુરવાની વાત ન હતી, પણ પેટીયું રડવા ઉપરાંત બહેનનું આણું વાળવાની ફરજ પડી હોય તેમ બાળપણ ફરજ વાળું બન્યું. તે ચિત્ર દોરવામાં આનંદ લેતો હતો. તે આજે એક ચિત્ર દોરતો હતો. સ્પર્ધા માં તેનું ચિત્ર પ્રથમ સ્થાન મેળવ્યું અને તેનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો. ટી.વી. ઉપર તેનો ઈન્ટરવ્યુ પ્રસારિત થયો. તે, તેની માતા અને બહેન ટી.વી.માંઆ ઈન્ટરવ્યુ જોવા બેઠાં. સમાચાર શરુ....

"આજ બાળમજૂરી પરની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવેલા મનને સાંભળીએ,

"બેટા, મનન આજના દિવસના અભિનંદન. હાલ તું શું કરે છે ?"

મનન:- "હું સવારે પેપરની ફેરી કરું છું, બપોરે શેરડીના, ચાના સ્ટોલ પર કામ કરું છું. રાતના હોટલમાં નોકરી કરું છું."

"બેટા તેં ભણવાનું કેમ મુકી દીધું ?"

તો જવાબ "મારા બનેવી એમ. એ. ગોલ્ડ મેડાલિસ્ટ છે, સરકારી નોકરી મેળવવા ૫,૦૦,૦૦૦ રૂપિયાની તેને જરૂર છે. ૨૫૦૦૦૦ રુપિયા બહેનના દાગીના વહેંચી ને પૂરા કર્યા પણ લોન પૂરી કરવા માટે પૈસા નથી, તે ને મારે ૨૫૦૦૦૦ આપવાના છે તો જ તે બહેનને આણું વાળીને લઈ જશે."

આ વાત ની ઘરના કોઈને જાણ ન હતી કે મનનને ભણવાનું મૂકી દીધું છે. ને તે મજૂરી કરે છે. બહેનના દહેજની આ આગવી રીત. (મનમાં, આણું ન વડેળે તો.....ગોલ્ડ મેડાલિસ્ટ કાંઈ...હોટલોમાં કામ કરે, શરમ આવે ને) બહેન અને માતા બન્નેના આંખમાં આંસુ. અને મનન પણ ટી. વી બંધ કરીને. આંખનું આસું... જે ચિત્ર પર લખ્યું હતું, "બાળમજૂરી પર પ્રતિબંધ "તે પર પડ્યું, ને પ્રતિબંધ શબ્દ ભૂંસાઇ ગયો. શાણપણે બાળપણને મારી નાખ્યું.


Rate this content
Log in

More gujarati story from Hardika Gadhvi