વરતારો થયો
વરતારો થયો
1 min
236
જાણે અજાણ્યો અંગત વરતારો થયો
પીગળ્યો પવન ને સાવ બિચારો થયો,
ગંઠાઈ ગયેલ સોણીત ઉકળ્યું એકદમ
હૈયાના ધબકારને હવે હાશકારો થયો,
સાચવી સાચવી ભરતા જ્યાં ડગલિયા
મૂકી દીધી માજા ને સમય નઠારો થયો,
સૂકાઈ ગયેલા થડિયામાં ફૂટી કૂપણીયું
વસંત ને વ્હાલપ તણો નજારો થયો,
ભર્યા ભર્યા હતા સાવ ખાલી હિતદાન
એક ઓજલ ઉઠાયુ ને ઉતારો થયો.
