STORYMIRROR

Jignesh Joshi

Others

3  

Jignesh Joshi

Others

સુખનાં ઝરૂખેથી

સુખનાં ઝરૂખેથી

1 min
232

એક સમી સાંજે નવાં સુશોભિત ઘરનાં ઝરૂખેથી ખીલેલી એ સંધ્યાને માણતો હું બેઠો છું,

સૂરજની લાલીમાં ચમકતાં નાનાં નાનાં વાદળોનાં એ ઝૂંડમાં,

નવનવાં આકાર પામતા કુદરતનાં એ કરીશ્માને જોતો હું બેઠો છું,


ઉંમરના આ બીજાં પડાવમાં કયાંક થોડો સંતોષ, કયાંક થોડાં છૂપા અહમનો નાદ છે, 

ત્યાં અચાનક એક વાદળ મારાં સ્મિતને ઝીલતું નજીક આવી કંઈક કહેતું ગયું, 


તું અહીં પહોંચ્યો નથી, કોઈના આશીર્વાદથી પહોંચાડવામાં આવ્યો છે,

ભરેલો રહેજે તો વરસી શકીશ, નહીંતર મારી જેમ વિખરાઈ જઈશ, 


દીવાલ ઉપર જડેલી મમ્મી- પપ્પાની એ છબીમાં કંઈક દેખાયું, 

મારી અશ્રુભીની આંખો નતમસ્તક થતી ગઈ !


સામગ્રીને રેટ આપો
લોગિન