STORYMIRROR

Jigar Parihar

Others

3  

Jigar Parihar

Others

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો

1 min
176

નિઃસ્વાર્થ માતૃપ્રેમ આપી તે મારો ઉછેર કર્યો,

તારા નિઃસ્વાર્થ પ્રેમ સામે સ્વાર્થી દુનિયાનો પ્રેમ ખોટો ઠર્યો,

પણ હું એ સમજી ના શક્યો,

તે આપેલા અમુલ્ય જીવન ને અસહજતો રહ્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો. 


તારા દ્રારા મળેલી દરેક અમુલ્ય વસ્તુઓને,

સામાન્ય સમજતો રહ્યો,

તારા દ્રારા મળેલી દુનિયાદારી જીવવાની શીખને,

હું અવગણતો રહ્યો,


મારા માટે પોતાની જિંદગીને કઠોર બનાવી,

એ બાબત હું મોડેથી સમજી શક્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો. 


માત્ર મારા ઉપર તારો વ્હાલો ગાંડો પ્રેમ ને,

હું અવગણતો રહ્યો,

જીવનના માર્ગ પર તારો સાથ અને સહકાર,

અસ્વીકાર કરતો રહ્યો,

મારી દરેક તકલીફો અને દુઃખોનો નાશ કર્યો,

એનો મેં અતિરસ્કાર કર્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો. 


તારી દરેક વ્હાલી બાબતોને ધિક્કારતો રહ્યો,

એનો ઉત્તર ક્રોધ સ્વરૂપમાં આપતો રહ્યો,

જિંદગીને બોજારૂપ માનતો રહ્યો,

તારી પ્રેમી ભાવના ને ના સમજી શક્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો. 


સમાજમાં તારી બદનામી મુંગા મોઢે જોતો રહ્યો,

તારી દુઃખી પરિસ્થિતિમાં અલગ થતો રહ્યો,

તારા પ્રેમનું વળતર ના આપી શક્યો,

તારી અશ્રુધારાને રોકી ના શક્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો. 


તારો પ્રેમ યાદ આવ્યો જ્યારે તારાથી વિખુટો પડ્યો,

તારી દરેક બાબતોનું મુલ્ય સમજ્યો જ્યારે તારાથી દૂર થયો,

જીવન જીવવાની રીતો ને સમજતો ગયો,

તને અને તારા પ્રેમને હૃદયમાં સમજાવતો ગયો,

તારા પ્રેમને જીગર કવિતાનું સ્વરૂપ આપી બેઠો,

પંક્તિ દ્વારા ભૂલોને માફીમાં બદલી શક્યો,

સોરી મમ્મી, તને પ્રેમ ના આપી શક્યો.


Rate this content
Log in