પાષાણ
પાષાણ
1 min
21
નારી હદય તો ઋજુ હોય,
આજે એ પાષાણ બન્યું,
મારી માતાનું હૈયાફાટ રુદન,
ન પીગળાવી શક્યું પાષાણ હદયને,
પાષાણ હદયની મહિલા તબીબે,
મને, દીકરી હોવાને કારણે,
મારી માતના ઉદરથી દૂર કરી,
આજે પૈસા આગળ પાષાણ હદય જીત્યું,
આજે પૈસા આગળ ઋજુ હદય હાર્યું.
