મનગમતું
મનગમતું
1 min
207
ચાલ આજ અણગમતાને,
મનગમતું કરી દઈએ,
જોઈએ કેટલી મનગમતી વાનગી બને,
સુગંધિદાર ફૂલોમાં કેટલા રંગો બને,
હસવાની રીત હોંઠો પર છોડી દઈએ,
ખબર પડે કે કેટલા આકાર બને,
પગના ઝાંઝરને ખુલ્લા છોડી દઈએ,
જોઈએ કેટલા રસ્તાઓ મળે,
આંખ માનું કાજલ આંખોમાં સમાવી લઈએ,
જોઈએ કેટલા દ્રશ્યો બને,
સમયના સથવારાને છોડી દઈએ,
ખબર પડે કેટલા સાથ રહે,
ચાલ જમાના પ્રમાણે જીવી લઈએ,
જોઈએ કેટલા લાડ કરે.
ચાલ આજ અણગમતાને
મનગમતું કરી દઈએ.
