કલમ મારી
કલમ મારી
1 min
183
કલમ મારી નાજુક છે
શબ્દો ક્યાંથી ધારદાર લખું,
શબ્દો ગોઠવવામાં હું કાચી છું,
ક્યાંથી રચાઈ મારાથી કવિતા,
મનના અરમાનો લખું શબ્દો વડે,
પછી કવિતા બને કે ગઝલ, મને ક્યાંથી સમજાય,
હૃદયની લાગણીઓ ઉતારું શબ્દ સ્વરૂપે,
અને જો સ્પર્શે તમારા દિલને એ જ તો મારી કવિતા.
