STORYMIRROR

Khyati Lakhani

Others

3  

Khyati Lakhani

Others

ખબર જ ન પડી

ખબર જ ન પડી

1 min
678

સંબંધો સાચવતાં સાચવતાં,

ક્યારે આ સંબંધોમાં જ ગૂંચવાઈ ગયાં,

ખબર જ ન પડી....


બીજાની ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં,

ક્યારે પોતાની જ ઈચ્છાઓ ભૂલી ગયાં,

ખબર જ ન પડી...


લોકોને જવાબો આપતાં આપતાં,

ક્યારે પોતાના જ સવાલોમાં ગૂંચવાઈ ગયાં,

ખબર જ ન પડી...


બીજાને સમજાવતાં સમજાવતાં,

ક્યારે પોતેજ સમજી ગયાં,

ખબર જ ન પડી...


રમતો રમતાં રમતાં,

ક્યારે જિંદગીની રમતમાં ફસાઈ ગયાં,

ખબર જ ન પડી...


જિંદગી તો આવી જ છે એવું કહેતાં કહેતાં,

ક્યારે જિંદગી જીવી ગયાં,

ખબર જ ન પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Lakhani