Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Rajyaguru

Others

4.7  

Vijay Rajyaguru

Others

ગઝલ - તું

ગઝલ - તું

1 min
23.6K


મારી દીવાનગીની ચર્ચા બધે થવાની, 

કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની !


તારી હરેક પળમાં મારી જૂએ નિશાની,

તો વાત યાદ કરજે સુગંધ ને હવાની !


મારી કથા વચાળે વિરામચિહ્ન માફક, 

પ્રત્યેક વાક્યમાં તું, બસ તું જ આવવાની !


સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું,

પ્રાચી બની પ્રશંસા તો તું જ પામવાની !


સાગર બની હું ખભળું ને બર્ફ જેમ પીગળું,

ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની !


Rate this content
Log in

More gujarati poem from Vijay Rajyaguru